દેશમાં એકવાર ફરી કોંગ્રેસને જનતા જાકારો આપતી દેખાઇ રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં કેટલા કામો થયા કે નહી તેના જવાબો સાથે જનતા નેતાઓ અને પોતાનુ ભાવિ નક્કી કરી ચુકી છે, જેનુ પરિણામ આપ થોડી ક્ષણોમાં જોઇ શકશો. પરંતુ તે પહેલા ભાજપ જીતની આશા સાથે આગળ વધી રહ્યુ છે. રાજસ્થાન ભારતીય પાર્ટીની ઓફિસની બહાર ભાજપનાં કાર્યકરોનાં ટોળેટોળા જમા થઇ ગયા છે.
લોકસભાની ચૂંટણીનાં પરિણામો જલ્દી સામે આવી રહ્યા છે, ત્યારે એકવાર ફરી દેશમાં મોદી લહેર છવાઈ રહી હોવાનુ સામે આવી રહ્યુ છે. શરૂઆતનાં ટ્રેન્ડમાં જ એનડીએને બહુમત મળી ગયો છે. એનડીએ હાલમાં ૩૦૦ પ્લસ બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. સૌથી વધારે ચોકાવનારા પરિણામો કનિદૈ લાકિઅ બંગાળમાંથી આવ્યા છે. જેમાં એકિઝટ પોલ પણ ખોટા પડ્યાં છે. હાલમાં ટીએમસી ૨૦ બેઠકો અને ભાજપ ૧૯ બેઠકો પર આગળ ચાલી રહી છે.
બંગાળમાં મમતાના ગઢના કનિદૈ લાકિઅ કાંગરા ખરી અકિલા પડ્યાં છે. કોંગ્રેસ આ ઇલેકશનમાં પ્લસમાં બેઠકો મેળવી રહી હોવા છતાં જયાં વિધાનસભામાં દબદબો જાળવી રાજયમાં પોતાનો દબદબો જાળવ્યો કનિદૈ લાકિઅ છે તે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને કર્ણાટકમાં કોંગ્રેસનો કારમો અકીલા રકાસ થયો છે. રાજયમાં સત્તા હોવા છતાં અહીં લોકસભામાં પોતાનો કનિદૈ લાકિઅ દબદબો જાળવી શકયા નથી.
કર્ણાટકમાં બીજેપી ૨૩ સીટો સાથે આગળ છે. જયાં ૬ સીટોનો ફાયદો થઈ રહ્યો છે. અહીં જેડીએસ અને કોંગ્રેસની સરકાર છે. અહીં કનિદૈ લાકિઅ કોંગ્રેસ ગઠબંધનનો જાદુ ચાલ્યો નથી. કર્ણાટકમાં ભાજપનો દબદબો જળવાયો છે. છત્તીસગઢમાં તો ભાજપનાં વિઘાનસભામાં સૂપડાં સાફ થઈ ગયાં હોવા છતાં અહીં કનિદૈ લાકિઅ ભાજપને ૭ સીટો મળી રહી છે. ભલે ૩ સીટોનું નુકસાન ગયું હોવા છતાં કોંગ્રેસને મોટો ફાયદો થયો નથી. કોંગ્રેસને અહીં ફાયદો થયો છે પણ ભાજપને મોટુ કનિદૈ લાકિઅ નુકસાન થયું નથી. રાજસ્થાનમાં અશોક ગહેલોતની સરકાર છે. અહીં કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે. સ્થાનિકમાં સરકાર છતાં લોકોએ નારાજગી દેખાડી ભાજપને કનિદૈ લાકિઅ વોટ આપ્યા છે. રાજસ્થાનમાં ૨૩ સીટો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. સ્થાનિક નેતાઓને ભલે પ્રજાએ સ્વીકાર્યા નથી પણ આજે પણ મોદી નેતૃત્વમાં લોકોને ભરોસો હોવાનું સાબિત થયું છે. આ જ સ્થિતિ મધ્ય પ્રદેશની છે. એમપીમાં કમલનાથનો જાદુ ચાલ્યો નથી. તેઓ દીકરાની સીટ પણ બચાવી શકયા નથી. અહીં બીજેપીને ૨૮ સીટો મળી રહી છે.