Not Set/ ઓક્સિજનનો જથ્થો દિલ્હી પહોંચ્યો, દિલ્હી પોલીસ 16 ટ્રકો દ્વારા હોસ્પિટલોમાં સપ્લાય કરશે

ઓક્સિજનનો જથ્થો  દિલ્હી રેલ્વે સ્ટેશન પર પહોંચી ચુક્યોચે. અને તેને 16 ટ્રકમાં ભરીને હોસ્પિટલોમાં પહોચાડવામાં આવશે.  એક ટ્રકમાં 20 હજાર કિલો ઓક્સિજનની ક્ષમતા હોય છે.

Top Stories India
AK 2 ઓક્સિજનનો જથ્થો દિલ્હી પહોંચ્યો, દિલ્હી પોલીસ 16 ટ્રકો દ્વારા હોસ્પિટલોમાં સપ્લાય કરશે

કોરોનાની બીજી લહેર દેશના મોટાભાગના રાજ્યો માટે આફત બનીને આવી છે. ત્યારે દિલ્હીમાં ઓક્સીજન ઘેરાઈ રહ્યું છે.  દિલ્હીની ઘણી હોસ્પિટલો ઓક્સિજનની અછતથી પીડાઈ રહી છે. આ જોતાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્રને વહેલી તકે દિલ્હીને ઓક્સિજન આપવા વિનંતી કરી હતી.  દિલ્હી સરકારની માંગ વચ્ચે ઓક્સિજનનો મોટો જથ્થો દિલ્હીમાં પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે.

તેમણે માહિતી આપી કે ઓક્સિજનનો જથ્થો  દિલ્હી રેલ્વે સ્ટેશન પર પહોંચી ચુક્યોચે. અને તેને 16 ટ્રકમાં ભરીને હોસ્પિટલોમાં પહોચાડવામાં આવશે.  એક ટ્રકમાં 20 હજાર કિલો ઓક્સિજનની ક્ષમતા હોય છે. તેને સપ્લાય કરવાની જવાબદારી દિલ્હી પોલીસને સોંપવામાં આવી છે. જોકે, દિલ્હી સરકાર તરફથી કોઈ માહિતી મળી નથી.

કેજરીવાલે એક ટ્વીટ કરી વિનંતી કરી હતી
કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે, દિલ્હીમાં ઓક્સિજનની  અછત છે. હું કેન્દ્રને ફરીથી વિનંતી કરું છું કે વહેલી તકે દિલ્હીને ઓક્સિજન આપવામાં આવે. ઘણી હોસ્પિટલોમાં, ફક્ત થોડા કલાકોનો ઓક્સિજન બાકી છે.

મનીષ સિસોદિયાએ પણ ટ્વીટ કર્યું છે
ઓક્સિજનને લગતી તમામ હોસ્પિટલોમાંથી એસઓએસ ફોન આવી રહ્યા છે. સપ્લાયર્સને વિવિધ રાજ્યોમાં અટકાવવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે આ માટે ખૂબ સંવેદનશીલ અને સક્રિય રહેવું પડશે, જેથી ઓક્સિજનના સપ્લાય અંગે રાજ્યો વચ્ચે જંગલ રાજ ન બને.