madrid/ વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિએ ઉજવ્યો પોતાનો 117મો જન્મદિવસ, શું તમે તેનું નામ જાણો છો?

વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિએ સોમવારે ખૂબ જ ધામધૂમથી પોતાનો 117મો જન્મદિવસ ઉજવ્યો. અહેવાલો અનુસાર, સ્પેનના કેટાલોનિયામાં રહેતી મારિયા બ્રાન્યાસ મોરેરા હાલમાં વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ છે.

Top Stories World
Beginners guide to 2024 03 05T102808.089 વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિએ ઉજવ્યો પોતાનો 117મો જન્મદિવસ, શું તમે તેનું નામ જાણો છો?

વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિએ સોમવારે ખૂબ જ ધામધૂમથી પોતાનો 117મો જન્મદિવસ ઉજવ્યો છે. જાણકારી અનુસાર, સ્પેનના કેટાલોનિયામાં રહેતી મારિયા બ્રાન્યાસ મોરેરા હાલમાં વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. મોરેરાનો જન્મ 4 માર્ચ, 1907 ના રોજ સાન ફ્રાન્સિસ્કો, યુએસએમાં થયો હતો અને હાલમાં તે કેટાલોનિયામાં રહે છે. તેને  8 વર્ષની ઉંમરે અમેરિકા છોડી દીધું અને તેનો જન્મદિવસ તે નર્સિંગ હોમમાં ઉજવવામાં આવ્યો જ્યાં તે છેલ્લા 23 વર્ષથી રહે છે.

જાન્યુઆરી 2023 માં વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યા

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે જાન્યુઆરી 2023માં મોરેરાને વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિનું બિરુદ આપ્યું હતું. તેમના પહેલા, આ ખિતાબ ફ્રાન્સની રહેવાસી લ્યુસિલ રેન્ડનના નામે હતો, જેનું 118 વર્ષની વયે અવસાન થયું હતું. મોરેરાના નર્સિંગ હોમના ડાયરેક્ટર ઈવા કેરેરા બોઈક્સે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સને જણાવ્યું હતું કે, ‘તેને લોકો તરફથી મળેલા અભિનંદન અને તેના સ્વાસ્થ્ય માટે તેમની ચિંતા જોઈને તે અભિભૂત થઈ ગઈ છે.’ તેને કહ્યું કે મોરેરા તેના પરિવાર અને સહકર્મીઓ સાથે આ દિવસની ઉજવણી કરીને ખૂબ જ ખુશ છે અને દરેકને ‘હેપ્પી સોમવાર’ની શુભેચ્છા પાઠવી છે.

મોરેરા તેની પુત્રીની મદદથી સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે.

ખાસ વાતતો એ છે કે મોરેરા આ ઉંમરે પણ ખૂબ જ એક્ટિવ છે અને પોતાની 80 વર્ષની દીકરીની મદદથી એક્સ પર પ્રોફાઈલ મેન્ટેન કરે છે. મોરેરાએ સોમવારે X પર લખ્યું, ‘સમગ્ર વિશ્વને શુભ સવાર, આજે હું 117 વર્ષની થઈ ગઈ છું. હું હવે આટલી દૂર આવી છું. તમને જણાવી દઈએ કે મોરેરા જાણીતા ઈતિહાસમાં 12મા સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. જો તે પોતાનો 118મો જન્મદિવસ ઉજવી શકશે તો તે યાદીમાં 5મા નંબરે આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :અમેરિકા/ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે, સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ હટાવ્યો

આ પણ વાંચો :Nikkey Haley/નિક્કી હેલી ટ્રમ્પ સામે પહેલી વખત પ્રાઇમરી જીતી

આ પણ વાંચો :scientists/વૈજ્ઞાનિકોએ ઉકેલ્યું વિશ્વના સૌથી મોટા ‘લાલ’ રણનું રહસ્ય, ઉંમર વિશે ચોંકાવનારો ઘટસ્ફોટ