તાઈવાનમાં આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. તાઇવાનના અગ્નિશમન વિભાગે બુધવારે જણાવ્યું હતું કે ટાપુના પૂર્વ કિનારે 7.7ની તીવ્રતાના ભૂકંપ બાદ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેઈપેઈમાં આવેલ ભકૂંપને કારણે 1 લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. પગલે જ્યારે હુઆલીન કાઉન્ટીમાં ચાર લોકોના મોત થયા છે. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર તાઈવાનના હુઆલીન શહેરથી લગભગ 18 કિમી દક્ષિણમાં હતું. જ્યાં ઘણી ઇમારતો આંશિક રીતે તૂટી પડી છે અને જોખમી રીતે ઝૂકી રહી હોવાનું જણાય છે. 25 વર્ષમાં તાઈવાનનો આ સૌથી મોટો ભૂકંપ છે. ભૂકંપ દરમિયાન તાઈવાનના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. બ્રિજ અને રોડ પરના થાંભલા ધ્રૂજી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે.
ઈન્ડિયા તાઈપેઈ એસોસિએશને ભૂકંપના પગલે તાઈવાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને મદદ કરવા માટે હેલ્પલાઈન શરૂ કરી છે. મોબાઈલ નંબર 0905247906 અને ઈમેલ ad.ita@mea.gov.in જારી કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે તાઈવાનમાં બુધવારે સવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા 7.7 આંકવામાં આવી છે. ભૂકંપના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. દક્ષિણ જાપાન અને ફિલિપાઈન્સમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. તાઈવાનમાંથી ડરામણી તસવીરો સામે આવી રહી છે. ઈમારતો જોઈને જાણી શકાય છે કે ભૂકંપ કેટલો મજબૂત હશે. એક તસવીરમાં તમે જોઈ શકો છો કે બિલ્ડિંગ કેવી રીતે ઝૂકી રહી છે.
તાઈવાનમાં વહેલી સવારે ધરતી ધ્રૂજી ઉઠી. બુધવારે સવારે આવેલ જોરદાર ભૂકંપથી ન્યૂ તાઈપેઈ સિટીના ઝિંદિયન જિલ્લામાં ઈમારતોને નુકસાન થયું છે. એક તસવીર સામે આવી રહી છે. જેમાં તાઈવાનના પૂર્વ કિનારે આવેલા જિયુલિનથી ભૂસ્ખલનનો ફોટો સામે આવ્યો છે.
બચાવકર્મીઓ ફસાયેલા લોકોને શોધી રહ્યા છે. ક્ષતિગ્રસ્ત ઈમારતમાંથી બચાવ્યા બાદ બચાવ કાર્યકરો એક વ્યક્તિને મદદ કરે છે.
તાઈવાનમાં ભૂકંપની ઘટના બાદ જાપાનમાં સુનામી આવવાને લઈને ચેતવણી આપવામાં આવી હતી. જાપાનની હવામાન એજન્સી અનુસાર, જાપાનમાં ભૂકંપ બાદ સુનામી આવશે તેવી અટકળોને મોકૂફ રાખવામાં આવી છે. હાલમાં જાપાનની સત્તાવાર હવામાન એજન્સી દ્વારા આવી કોઈ ચેતવણી આપવામાં આવી નથી. તાઈપેઈમાં ભૂકંપ પછી ઈમારતો ધ્રૂજતી રહી. દરમિયાન, જાપાનની હવામાન એજન્સીએ લોકોને લગભગ એક અઠવાડિયા સુધી આવા આફ્ટરશોક્સ માટે એલર્ટ રહેવાની ચેતવણી આપી છે.
આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..
આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ
આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો
આ પણ વાંચો:મને કોઈ દિલ્હીનું કોઈ તેડું નથીઃ રૂપાલા