bilateral trade/ કેનેડાએ ભારતમાં વેપાર કરવા તેમજ સંબંધો ઘનિષ્ઠ બનવા પર ભાર મૂક્યો

રોજગારીનું સર્જન કરવું, ઉદ્યોગોમાં સહભાગિતા અને દેશોની સમૃદ્ધિનું સમર્થન કરીશું. અમારા બંને દેશોની સરકાર જે કરતી હોય એ કરવા દો. બંને દેશો સ્ટ્રેટેજીક રીતે સાચી દિશામાં છે. એ વચ્ચે અમે વેપારમાં સંબંધો વધુ મજબૂત કરીશું.

Top Stories India Trending
YouTube Thumbnail 2024 01 11T194348.885 કેનેડાએ ભારતમાં વેપાર કરવા તેમજ સંબંધો ઘનિષ્ઠ બનવા પર ભાર મૂક્યો

Vibrant Gujarat News: ગત વર્ષે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના દેશમાંથી ખાલિસ્તાની નામચીન આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારતને આરોપી ગણ્યું હતું. ત્યાર બાદ બંને દેશો વચ્ચે કડવા આવી ગઈ હતી. બંને દેશોએ સ્ટુડન્ટ વિઝા, બિઝનેસ વિઝા સહિતના વિઝા થોડા સમય માટે સ્થગિત કરી દીધા હતા. ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ- 2024માં ભારત અને કેનેડા વચ્ચે વૈશ્વિક વેપારને લઈ બેઠક થઈ હતી.

WhatsApp Image 2024 01 11 at 7.49.12 PM કેનેડાએ ભારતમાં વેપાર કરવા તેમજ સંબંધો ઘનિષ્ઠ બનવા પર ભાર મૂક્યો

આ બેઠકમાં ભારતમાં કેનેડાના હાઈ કમિશ્નર કેમરન મૈકેએ કહ્યું હતું કે, છેલ્લા થોડા સમયથી બંને દેશો વચ્ચે તણાવ હોવા છતાં બંને દેશોના કૂટનીતિ વ્યૂહ સાચા માર્ગે છે. એમણે દ્વિ-પક્ષીય વેપાર અને રોકાણમાં પ્રોત્સાહન મળ્યું છે. અહીં વાઈબ્રન્ટ ગુજરાત વૈશ્વિક શિખર સંમેલનમાં ભારત-કેનેડા વેપાર- આગળનું ભવિષ્ય- વિષય પર ચર્ચા કરી હતી. હું અહીં વેપાર અને રોકાણ વિષયમાં સંબંધો મજબૂત બની રહે તેના માટે પ્રોત્સાહિત છું. જે અમારા બંનેના દેશો માટે હિતકારક ગણાશે.

તેઓ વધુ જણાવતા કહે છે કે, રોજગારીનું સર્જન કરવું, ઉદ્યોગોમાં સહભાગિતા અને દેશોની સમૃદ્ધિનું સમર્થન કરીશું. અમારા બંને દેશોની સરકાર જે કરતી હોય એ કરવા દો. બંને દેશો સ્ટ્રેટેજીક રીતે સાચી દિશામાં છે. એ વચ્ચે અમે વેપારમાં સંબંધો વધુ મજબૂત કરીશું.

કેમરન મૈકેના મુજબ, 100થી વધુ ભારતીય કંપનીઓએ કેનેડામાં રોકાણ કર્યું છે. 600 થી વધુ કેનેડાની કંપનીઓએ ભારતમાં રોકાણ કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો: ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ આપવાનું શરૂ

આ પણ વાંચો: મોદી સરકાર આ તારીખે રજૂ કરી શકે છે બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ