Not Set/ દેશભરમાંથી દિલ્હી પહોંચી રહ્યા છે ખેડૂતો, આ છે માંગ …

આખા દેશમાં પદયાત્રા કરી રહેલા કિસાનો ફરી એકવાર રાજધાની દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. 29 અને 30 નવેમ્બરે દિલ્હી આવતા આઠ માર્ગ કિસાનો, મજુર અને વંચિત મહિલાઓથી ભરાઈ જશે. અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિના આહવાન પર દેશભરના 200થી વધારે ખેડૂત-મજુર સંગઠનો બે દિવસ માટે દેશની રાજધાની દિલ્હીમાં ભેગા થઇ રહ્યા છે. આ વર્ષે […]

Top Stories India
farmer6 દેશભરમાંથી દિલ્હી પહોંચી રહ્યા છે ખેડૂતો, આ છે માંગ ...

આખા દેશમાં પદયાત્રા કરી રહેલા કિસાનો ફરી એકવાર રાજધાની દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. 29 અને 30 નવેમ્બરે દિલ્હી આવતા આઠ માર્ગ કિસાનો, મજુર અને વંચિત મહિલાઓથી ભરાઈ જશે.

અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિના આહવાન પર દેશભરના 200થી વધારે ખેડૂત-મજુર સંગઠનો બે દિવસ માટે દેશની રાજધાની દિલ્હીમાં ભેગા થઇ રહ્યા છે. આ વર્ષે 2 ઓક્ટોબરે પણ જયારે કિસાનો દિલ્હીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તો દિલ્હી પોલીસે સુરક્ષાનો હવાલો આપતા બોર્ડર સીલ કરીને ખેડૂતોને દિલ્હી બહાર જ રોકી દીધા હતા.

nationalherald2F2018 032Fb1b6d631 9dad 460c 88aa 1ec178752d622F1bb00918 fc8f 43d6 99aa 74178517a0fd e1543388551417 દેશભરમાંથી દિલ્હી પહોંચી રહ્યા છે ખેડૂતો, આ છે માંગ ...
mantavyanews.comm

કિસાન મુક્તિ યાત્રામાં સામેલ પ્રદર્શનકારીઓ દિલ્હીના જંતર-મંતર પર ભેગા થશે અને ત્યાંથી સંસદ સુધી માર્ચ કરશે.

કિસાન મુક્તિ મોર્ચાના આયોજકોએ આ વર્ષે 19 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં નામે એક ખુલ્લો પત્ર લખ્યો હતો, જેમાં કિસાનોની માંગો વિષે વિસ્તારથી લાખવામાં આવ્યું હતું.

Tatarpur crossing Alwar 2017 07 17 1 e1543388599594 દેશભરમાંથી દિલ્હી પહોંચી રહ્યા છે ખેડૂતો, આ છે માંગ ...
mantavyanews.com

આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે, દેશભરના લગભગ 200 કિસાન સંગઠનો તથા દેશના લાખો ખેડૂતો, મજૂરો અને ખેત મજૂરોનું પ્રતિનિધિત્વ કરી રહેલી અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતિ કે જે રોજગાર બચાવવાની લડાઈ લડી રહી છે, દિલ્હી સુધી ત્રણ દિવસીય કિસાન મુક્તિ માર્ચ આયોજિત કરી રહી છે. અમે આપને નિવેદન કરીએ છીએ કે, આપ 21 દિવસ સંસદનુ

બોલાવવાની માંગ સ્વીકારો. આ સત્ર પુરી રીતે કૃષિ સંકટ તથા એનાથી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે હશે.