Accident/ કર્ણાટકમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 9 લોકોના મોત,12ની હાલત અતિ ગંભીર

કર્ણાટકના તુમાકુરુ જિલ્લાના શિરા તાલુકામાં બાલાલેનહલ્લી ગેટ પાસે આજે મોડી રાત્રે  એક ટેમ્પા અને ક્રુઝર વચ્ચે એક ગમખ્વાર  અકસ્માત થયો હતો

Top Stories India
3 29 કર્ણાટકમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 9 લોકોના મોત,12ની હાલત અતિ ગંભીર

કર્ણાટકના તુમાકુરુ જિલ્લાના શિરા તાલુકામાં બાલાલેનહલ્લી ગેટ પાસે આજે મોડી રાત્રે  એક ટેમ્પા અને ક્રુઝર વચ્ચે એક ગમખ્વાર  અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે અને 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાંથી ચારની હાલત ગંભીર છે અને તેમને તુમકુર જિલ્લા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્તમાંથી ચારની હાલત ગંભીર છે અને તેમને તુમાકુરુ જિલ્લા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ મૃતકો રાયચુર જિલ્લાના હોવાનું કહેવાય છે. જાણવા મળ્યું છે કે, ક્રુઝરમાં 20 લોકો હતા. ટેમ્પા અને ક્રુઝર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાલ્લેમ્બેલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.હાલ પોલીસે ગુનો નોંધી વધુ તાપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય કે આ અક્સમાત મોડી રાત્રે થયો હતો,આ અકસ્માત થતા આજુબાજુના લોકો બચાવ કામગીરી માટે મદદે દોડી આવ્યા હતા અને સત્વરે પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી જે લોકો ઘાયલ થયા હતા તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.