Not Set/ પાકિસ્તાનનો દાવો – કાશ્મીર મુદ્દે વાત કરવા તૈયાર યુએન, આ તારીખે મળશે બેઠક

પાકિસ્તાનના વિદેશ પ્રધાનના સૂત્રોના દ્વારા કાશ્મીર મુદ્દે એક માહિતી શેર કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) શુક્રવારે, 16 ઓગસ્ટના રોજ કાશ્મીરની પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, કાશ્મીર મુદ્દે દખલ માટે પાકિસ્તાનના વિદેશ પ્રધાન દ્વારા યુએનને પત્ર લખવામાં આવ્યો હતો. ભારત સરકારના કલમ 370 ના નિર્ણયના વિરોધ સામે […]

Top Stories India

પાકિસ્તાનના વિદેશ પ્રધાનના સૂત્રોના દ્વારા કાશ્મીર મુદ્દે એક માહિતી શેર કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) શુક્રવારે, 16 ઓગસ્ટના રોજ કાશ્મીરની પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, કાશ્મીર મુદ્દે દખલ માટે પાકિસ્તાનના વિદેશ પ્રધાન દ્વારા યુએનને પત્ર લખવામાં આવ્યો હતો.

un પાકિસ્તાનનો દાવો - કાશ્મીર મુદ્દે વાત કરવા તૈયાર યુએન, આ તારીખે મળશે બેઠક

ભારત સરકારના કલમ 370 ના નિર્ણયના વિરોધ સામે વૈશ્વિક સમર્થન ન  મળતા પાકિસ્તાને હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો સંપર્ક કર્યો છે, પાકિસ્તાને કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સાથે તાત્કાલિક બેઠક માટે વિનંતી કરી છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સે પાકિસ્તાનની વિદેશ મંત્રાલય દ્વારા બુધવારે પ્રકાશિત  કરેલા પત્રના અનુસંધાને આ માહિતી આપી છે.

એજન્સી અનુસાર, આ પત્ર દ્વારા, પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ યુએનએસસી પ્રમુખ જોના રોન્કા ને ભારત-પાકિસ્તાનના મુદ્દા પર બેઠકમાં ભાગ લેવા પત્રમાં જણાવ્યું છે.

યુ.એન.એ કોઈ ધ્યાન ન આપ્યું

અગાઉ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રમુખ જોના રોન્કાએ પાકિસ્તાન દ્વારા લખાયેલા પત્ર અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ આ મામલે કોઈ ગંભીર ટિપ્પણી કરી નથી.

તાજેતરમાં જ ગુટેરેસે બંને દેશોને કાશ્મીર મુદ્દે યથાવત્ સ્થિતિ જાળવવા અપીલ કરી હતી. પાકિસ્તાન શાસકો  સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ તરફથી મળતી નિરાશા અંગે બહુ સારી રીતે પરિચિત છે. પરંતુ ભારત સરકારની બંધારણીય ચાણક્ય નીતિ ને પોહચી વળવા માટે તેમની પાસે બીજું કોઈ શસ્ત્ર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.