Not Set/ દિલ્હી : મેટ્રો સ્ટેશનમાં મહિલાને જોઇ એક શખ્સ કરવા લાગ્યો હસ્તમૈથુન, પોલીસને કરી ફરિયાદ

દેશભરમાં મહિલાને લઇને જે ઇજ્જત લોકોમાં દેખાવી જોઇએ તે જાણે અદ્રશ્ય થઇ ગઇ હોય તેવુ લાગી રહ્યુ છે. અવાર-નવાર એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને સામે આવતા ખ્યાલ આવી જાય કે દેશમાં નારી પ્રત્યે કેટલુ સમ્માન લોકોમાં છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળતા દિલ્હીવાસીઓ કેવુ […]

India
Feature Image Metro Article દિલ્હી : મેટ્રો સ્ટેશનમાં મહિલાને જોઇ એક શખ્સ કરવા લાગ્યો હસ્તમૈથુન, પોલીસને કરી ફરિયાદ

દેશભરમાં મહિલાને લઇને જે ઇજ્જત લોકોમાં દેખાવી જોઇએ તે જાણે અદ્રશ્ય થઇ ગઇ હોય તેવુ લાગી રહ્યુ છે. અવાર-નવાર એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને સામે આવતા ખ્યાલ આવી જાય કે દેશમાં નારી પ્રત્યે કેટલુ સમ્માન લોકોમાં છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળતા દિલ્હીવાસીઓ કેવુ દિલ રાખે છે તેની ઝાંખી જોવા મળી જાય છે. અહી એક મહિલાએ મેટ્રો સ્ટેશનમાં પોતાની સાથે એક શખ્સે યૌન ઉત્પીડન કર્યુ હોવાનો આરોપ લગાવ્યો છે.

દિલ્હી મેટ્રો સ્ટેશનમાં પોતાની સાથે યૌન ઉત્પીડન થયુ હોવાનો આરોપ લગાવતી મહિલાનું કહેવુ છે કે, 14 જૂનનાં રોજ હુડા સિટી સેન્ટરમાં મેટ્રો સ્ટેશન પરિસરમાં એક્સેલેટર પર ચઢાણ દરમિયાન એક વ્યક્તિએ તેની સામે જોઇને હસ્તમૈથુન કર્યુ. પીડિતાએ કહ્યુ કે, આ ઘટના બાદ ફેસબુક મેસેન્જર મારફતે ગુરુગ્રામ પોલીસને ફરિયાદ કરી પરંતુ તેમના તરફથી કોઇ પ્રતિક્રિયા મળી નહી. જે બાદ પીડિત મહિલાએ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન(DMRC) અધિકારીઓ સમક્ષ આ ઘટના વિશે ફરિયાદ કરી, જેમણે સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની ઓળખ માટે રવિવારે (16જૂને,2019) આવવા માટે કહ્યુ.

29 વર્ષિય પીડિત મહિલા ઈંટિરિયર ડિઝાઈનર છે. તેણે વધુમાં જણાવ્યુ કે, સીસીટીવી ફૂટેજમાં મે આરોપીને ઓળખ કરી છે. પોતાની સુરક્ષાને લઇને હુ અત્યાર સુધી એ નક્કી કરી શકી નથી કે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવુ કે નહી. વળી નામ ન છાપવાની શરતે DMRCનાં એક અધિકારીએ પુષ્ટી કરતા કહ્યુ કે, મહિલાની અપીલ બાદ DMRC એ તેની મદદ કરી હતી.

પીડિત મહિલા તેની સાથે બનેલી ઘટના બાદ સોશિયલ મીડિયાની મદદ લઇને એક પછી એક ટ્વીટ કરતા ખુલાસઓ કર્યા હતા. મહિલાએ એક ટ્વીટમાં મેટ્રોની અંદર મહિલાઓની સુરક્ષાને લઇને સવાલ પણ ઉઠાવ્યા છે. તેના દ્વારા ટ્વીટ કર્યા બાદ પોલીસે તેનો સંપર્ક કર્યો અને લેખિતમાં ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન આવવા કહ્યુ હતુ.

મહિલાએ પોતાના નિવેદનમાં જણાવ્યુ કે, ઘટના 14 જૂન રાત્રીનાં 9.25ની છે. આ સમયે તે મેટ્રો સ્ટેશનનાં પહેલા માળ પર એક કપડાની દુકાનથી ટોપ ખરીદીને બહાર નિકળી. પીડિતાએ કહ્યુ કે, સ્ટોરથી બહાર નિકળ્યા બાદ હુ એસ્કેલેટર પર જઇ રહી હતી ત્યારે મને અહેસાસ થયો કે મારી પાછળ કઇક ખોટુ થઇ રહ્યુ છે. હુ પાછળ ફરી અને અહેસાસ થયો કે એક શખ્સ મારી પાછળ હસ્તમૈથુન કરી રહ્યો હતો. આ જોયા બાદ હુ ડરી અને ચોંકી ગઇ. મે જ્યારે તેનો સામનો કર્યો ત્યારે તેણે મને અશ્લીલ શબ્દો કહ્યા. જે બાદ મે તેને થપ્પડ પણ મારી દીધો હતો. જેના જવાબમાં તે શખ્સે મને ખૂબ ગાળો આપી જે પછી હુ મદદ માંગતા બુમો પાડી પણ કોઇ આગળ ન આવ્યુ. જો કે ત્યા આસપાસમાં કોઇ પોલીસમેન નહતો. ત્યારબાદ તેણે ત્યાથી ભાગવાનું પસંદ કર્યુ પણ એકવાર તેણે મારી સામે પાછળ ફરીને જોયુ. હુ તુરંત જ પોલીસ ચોકી દોડ લગાવી હતી.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી ભારતની રાજધાની છે ત્યા જ જો આવા કિસ્સા સામે આવી શકે કે જ્યા દેશનાં મોટા નેતાઓ રહે છે, ત્યારે મહિલાઓની સુરક્ષા અંગે કેટલી સરકાર ગંભીર છે તેની પોલ પણ અહી કુલી જાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.