Not Set/ સુરતની હોટલમાં ફરી બે શ્રમિકોને વિજ કરંટ લાગતા મોત !! તંત્રને શેની રાહ ???

“દુુનિયા ઉંધી-ચત્તી કેમ ન થઇ જાય અને તો સુધરશું નહીં તે નહી જ” આ વાતને જાણે તંત્ર અને હોટલ માલીકોએ પોતાનો મૂળ મંત્ર બનાવી લીધો હોય તેમ ફરી એક વખત હોટલ માલિકની બેદરકારીના કારણે બે શ્રમિકોએ પોતાનાં જીવ ગુમાવવાનો વારો આવ્યો. ઘટના પણ ફરી સુરતમાં જ ઘટી છે. અને તે પણ હોટલમાં જ ઘટી છે. […]

Top Stories Gujarat Surat
surat hotel સુરતની હોટલમાં ફરી બે શ્રમિકોને વિજ કરંટ લાગતા મોત !! તંત્રને શેની રાહ ???

“દુુનિયા ઉંધી-ચત્તી કેમ ન થઇ જાય અને તો સુધરશું નહીં તે નહી જ” આ વાતને જાણે તંત્ર અને હોટલ માલીકોએ પોતાનો મૂળ મંત્ર બનાવી લીધો હોય તેમ ફરી એક વખત હોટલ માલિકની બેદરકારીના કારણે બે શ્રમિકોએ પોતાનાં જીવ ગુમાવવાનો વારો આવ્યો. ઘટના પણ ફરી સુરતમાં જ ઘટી છે. અને તે પણ હોટલમાં જ ઘટી છે. આપને જણાવી દઇએ કે થોડા દિવસ પૂર્વે જ હોટલ માલિકની બેદરકારીનાં કારણે સુરતમાં  દર્શન હોટલમાં 7 શ્રમિકોએ પોતાનાં જીવ ખોયા હતા. હજુ તો આ ઘટનાની શાહી પણ સુકાય નથી ત્યા સુરતમાં જ ફરી હોટલ માલિકની બેદરકારીથી બે શ્રમિકો મોતને ભેટ્યા છે, તો બે ગંભીર રીતે ઘવાયા છે.

જુઓ સમગ્ર ઘટના આ વિડીયો રિપોર્ટમાં…………

વાત જાણે એમ છે કે સુરતનાં ધમદોડની સાઈ સીતારામ હોટલના ચાર કામદારોને વીજ કરંટ લાગતા બેના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચારેય કામદારો નાહવા જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન હોટલમાં રાખવામા આવેલી લોખંડની સીડી સાથે જીવંત વીજ વાયર તેમને અડી જતા ચારેય શ્રમિકોને જોરદાર વિજ કરંટ લાગ્યો હતો. અને ચારમાંથી બે શ્રમિકોનાં રામ નામ સત્ય છે થઇ ગયા છે તો બે અધમૃત હાલતનાં હવાલે થઇ ગયા છે. ઘટનાને પગલે પોલીસ હોટલ પર પહોંચી અને તપાસ હાધ ધરી છે. જોકે કામદારોના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દેતા મામલો ગરમાયો છે. અને પરિવાર જનો દ્રારા વળતરની માગ પણ કરવામા આવી છે. કાયદો પોતાનું કામ તો કરશે જ પરંતુ નફાખોરીની પાછળ આંઘળી દોટ મુકતા આવા માલિકો પોતાની સામાજીક જવાબદારી ક્યારે સમજશે તે મહત્વનો સવાલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.