Not Set/ વલસાડ નાં બુટલેગરો દ્રારા બાળકો પાસે મરાવાય છે દારૂ ની ખેપ !!!

જે ઉમરમાં બાળકોના હાથમાં પાઠ્ય પુસ્તકો હોવા જોઈયે તે ઉમરે બાળકોના હાથમાં દારૂની બોટલ પકડવી દેવામાં આવી રહી છે. અરે ના ના…આ કોઇ બોલિવુડનાં બાદશાહ ખાનની બુટલેગર ટર્ન ડોનની સ્ટોરી વાળી હિન્દી ફિચર ફિલ્મની વાત નથી થઇ રહી, આ હકીકતનો કિસ્સો છે. જી હા વિદેશી દારૂની ખેપ મારવા માટે આજ કાલ બુટલેગરો પોતાનાં ફાયદા માટે […]

Top Stories Gujarat Surat Others
VALSAD DARU વલસાડ નાં બુટલેગરો દ્રારા બાળકો પાસે મરાવાય છે દારૂ ની ખેપ !!!

જે ઉમરમાં બાળકોના હાથમાં પાઠ્ય પુસ્તકો હોવા જોઈયે તે ઉમરે બાળકોના હાથમાં દારૂની બોટલ પકડવી દેવામાં આવી રહી છે. અરે ના ના…આ કોઇ બોલિવુડનાં બાદશાહ ખાનની બુટલેગર ટર્ન ડોનની સ્ટોરી વાળી હિન્દી ફિચર ફિલ્મની વાત નથી થઇ રહી, આ હકીકતનો કિસ્સો છે. જી હા વિદેશી દારૂની ખેપ મારવા માટે આજ કાલ બુટલેગરો પોતાનાં ફાયદા માટે હવે નાના બાળકોનો ઉપયોગ કરી રહ્યાં છે. 7થી 14 વર્ષની ઉંમરનાં માસૂમ બાળકોને પૈસાની લાલચ આપી તેમની પાસે દારૂની ખેપ મારવવામાં આવી રહી છે.

માસુમ બાળકોને આજકાલ બુટલેગરો દ્રારા આવા કામે લગાવવામા આવી રહ્યાં છે. બાળકોને ખિસ્સાવાળા આંતર વસ્ત્રો પહેરાવી તે ખિસ્સામાં દારૂનો જથ્થો લાવવા-લઇજવામાં આવી રહ્યો છે. અને આવા જ ગોરખ ધંધા વિદેશી દારૂની તસ્કરીમાં જોતરાયેલા બાળકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થયો છે. RPF અને JRP દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં આ ખુલાસો થયો છે. જોકે હવે તો પોલીસ પણ એ મામલે તપાસમાં લાગી છે કે આ બાળકોની પાછળ કયા તત્વો છે. અને પોલીસને પણ અંધારામા રાખીને આ દુરૂનો વેપલો કોણે આદર્યો છે.

જુઓ સમગ્ર ઘટનાનો વિડીયો રિપોર્ટ…………

કિસ્સો છે વલસાડનો જયાં નાના ભૂલકાં ઓના હાથ માં આ ઉમરે ભણતરનાં ચોપડાને બદલે દારૂ ની બોટલો અપાઇ રહી છે. ગુજરાતમાં કહેવાતી દારૂ બંધી છે. અને માટે જ દમણ થી ગુજરાતમાં દારૂ ની તસ્કરી કરવામાં આવે છે. આમતો વર્ષોથી આ વેપલો કોઇને કોઇ કારણ સાથે હમેંશા ધમધમતો રહ્યો છે. પરંતુ હાલ જ સામે આવ્યું છે. તે સામાન્ય માણસો તો ઠીક છે પોલીસને પણ ચોંકાવનારું છે. વલસાડમાં 7 થી લઇ 14 વર્ષ સુધીનાં બાળકોનો ઉપયોગ દારૂની ખેપ મારવામા કરવામા આવી રહ્યો છે. બુટલેગરો દમણથી વાપી અને ત્યાંથી ટ્રેન મારફતે આ બાળકો પાસે વલસાડ, સુરત સુધી ખેપ મારાવે છે. બાળકો પાસે પોતાના શરીર પર કપડાંની આડમાં દારૂ બંધીને તસ્કરી કરતા બાળકોને કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોએ જોયા, વલસાડ સ્ટેશન બાદ ટ્રેનને નવસારી રોકવામાં આવી અને બાળકોને ઉતરાવવામાં આવતા સમગ્ર ભાંડો ફુટી જવા પામ્યો છે. ખેપ મારતા 4 થી 5 પાંચ જેટલા બાળકોમાં નાની ઉમરની બાળકીઓનો પણ સમાવેશ થાચ છે. આ છે મોડેલ સ્ટેટ ગુજરાતની નરી વાસ્તવિકતા. આ વીડિયો સોશ્યલ મીડિયા પર જે રીતે વાઈરલ થઈ રહ્યો છે. તેને લઇને આર પી એફ અને જે આર પી પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં 19 વર્ષ સુધીથી લઇ 27 વર્ષ સુધીની યુવતીનો પણ સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.