Navratri/ IPS મેસ એસોસિએશનની નવરાત્રીમાં CM અને ગૃહમંત્રી રહ્યા ઉપસ્થિત,માં અંબાની કરી આરાધના

નવ દિવસ ગરબા રમી માતાના ભક્તિ રસમાં ડૂબેલા રહેશે ત્યારે ગાંધીનગર ખાતે આઈપીએસ વાઈવઝ વેલ્ફેર એસોસિએશન દ્વારા નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું.

Top Stories Gujarat
5 15 IPS મેસ એસોસિએશનની નવરાત્રીમાં CM અને ગૃહમંત્રી રહ્યા ઉપસ્થિત,માં અંબાની કરી આરાધના

નવરાત્રીનો માહોલ જામી ગયો છે અને ભક્તો આ નવ દિવસ ગરબા રમી માતાના ભક્તિ રસમાં ડૂબેલા રહેશે ત્યારે ગાંધીનગર ખાતે આઈપીએસ વાઈવઝ વેલ્ફેર એસોસિએશન દ્વારા નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે અમદાવાદમાં આવેલી આઇપીએસ મેસ ખાતે આઇપીએસ વાઈવ્સ એસોસીએશન દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ગૃહ રાજ્યમંત્રી  હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિતિ રહ્યાં હતાં.

6 1 6 IPS મેસ એસોસિએશનની નવરાત્રીમાં CM અને ગૃહમંત્રી રહ્યા ઉપસ્થિત,માં અંબાની કરી આરાધના

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિ શક્તિ માં અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો અને આઇપીએસ મેસ ખાતે ઉપસ્થિત સૌ આઇપીએસ પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી.

7 1 3 IPS મેસ એસોસિએશનની નવરાત્રીમાં CM અને ગૃહમંત્રી રહ્યા ઉપસ્થિત,માં અંબાની કરી આરાધના

આ અવસરે રાજયના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, આઇપીએસ અધિકારીશ્રીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ સહિત આઇપીએસ વાઈવ્સ એસોસીએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે આદિ શક્તિ માં અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો અને આઇપીએસ મેસ ખાતે ઉપસ્થિત સૌ આઇપીએસ પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી.આ અવસરે રાજયના પોલીસ વડા  વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર  જી.એસ.મલિક, આઇપીએસ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત આઇપીએસ વાઈવ્સ એસોસીએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા