નાયક/ મોંઘવારી-ભ્રષ્ટાચારથી કંટાળીને યુવકે CM ને કહ્યું- મને એક દિવસના મુખ્યમંત્રી બનાવો અને…

ધોરાજી શહેરના જમનાવડ રોડ ખાતે રહેતા સંકેત મકવાણાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને એક પત્ર લખ્યો છે. તેમાં તેણે માગ કરી છે કે, તેને એક દિવસનો મુખ્યમંત્રી બનાવવામાં આવે.

Rajkot Gujarat
a 103 મોંઘવારી-ભ્રષ્ટાચારથી કંટાળીને યુવકે CM ને કહ્યું- મને એક દિવસના મુખ્યમંત્રી બનાવો અને...

કેટલીક ઘટનાઓ એવી બનતી હોય છે જેના કારણે પદાધિકારીઓ પણ વિચારતા થઇ જતા હોય છે. ગુજરાતમાં આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં ધોરાજી શહેરના જમનાવડ રોડ ખાતે રહેતા સંકેત મકવાણાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને એક પત્ર લખ્યો છે. તેમાં તેણે માગ કરી છે કે, તેને એક દિવસનો મુખ્યમંત્રી બનાવવામાં આવે. સાથે જ તેણે જણાવ્યું હતું કે, જો તે એક દિવસનો મુખ્યપ્રધાન બનશે તો તે વર્તમાન પરિસ્થિતિને કાબૂમાં લાવી શકે છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે તો બીજી તરફ બેકારી રોકેટગતિએ વધી રહી છે ત્યારે આવી કપરી સ્થિતિમાં લોકો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે ત્યારે આવી સળગતી સમસ્યાઓનું નિરાકરણ આવે તેવી માગણી પણ કરવામાં આવી છે. યુવાને પત્રમાં હૈયાવરાળ ઠાલવીને રાજ્યના લાખો યુવાનોની ચિંતા કરી છે અને લાખો મધ્યમવર્ગીય પરિવારો કે જેઓ મોંઘવારીના મારમાં પિસાય રહ્યા છે તેમની પણ ચિંતા કરી છે.

a 103 મોંઘવારી-ભ્રષ્ટાચારથી કંટાળીને યુવકે CM ને કહ્યું- મને એક દિવસના મુખ્યમંત્રી બનાવો અને...

સરકારમાં અનેક લોકોએ રજૂઆતો કરી છે અને આંદોલન પણ કરી રહ્યા છે છતાં પણ સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આ પત્રના માધ્યમથી માંગણી છે કે મને એક દિવસનો મુખ્યમંત્રી બનાવવામાં આવે તો લોકોનો અવાજ બનીને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરીશ.અગાઉ પણ ધોરાજીના યુવાન સંકેત મકવાણાએ પ્રાંત અધિકારી કચેરીએ આવેદન આપી પેટ્રોલ અને ગેસનો બાટલો હપ્તેથી આપવાની માગ કરી હતી. સંકેત પરમારે આ પત્રમાં ગેસ અને પેટ્રોલના જૂના ભાવ અને નવા ભાવ ટાંક્યા હતા અને હાલના સંજોગોમા ભાવ વધારે હોવાથી સામાન્ય નાગરિક પીડાય છે.

સંકેત મકવાણાએ ઈચ્છા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મને એક દિવસનો મુખ્યપ્રધાન બનાવવામાં આવે તો હું બેરોજગારોને નોકરીઓ મળે તેવી વ્યવસ્થા કરીશ. સાથે જ પેપર ફોડનારાઓને જેલ હવાલે કરીશ. આ ઉપરાંત વર્તમાન સમયના માથાના દુખાવા સમાન તમામ પ્રકારના પ્રશ્નોનું નિવારણ લાવીશ. સંકેત મકવાણાએ આ લેખિત પત્ર મુખ્યપ્રધાનને પોસ્ટ કર્યો હતો.

સાથે જ આ યુવકે પત્રની નકલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલને પણ મોકલી છે. જોવાનું એ રહ્યું કે, સરકાર સમગ્ર બાબતે તેમની માગ અને રજૂઆતને યોગ્ય સહકાર આપે છે કે, પછી સરકાર પોતે જ આ સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવે છે.

આ બધી સમસ્યાઓના નિરાકરણ માટે મને એક દિવસનો મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી યુવાને માગણી કરી છે. અહીંયા આપણને હિન્દી ફિલ્મ નાયકનો અનિલ કપૂર અચૂક યાદ આવી જાય છે. આ ફિલ્મમાં મુખ્યમંત્રી બનીને અનિલ કપૂરે સરકારી તંત્રમાં રહેલા સડાને દૂર કર્યો હતો અને તડને ફડ કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો:પીવાના પાણી માટે મહિલાઓ બની રણચંડી, ગ્રામ પંચાયતમા ઝપાઝપીના દ્રશ્ય