Not Set/ મુખ્યપ્રધાન નિવેદન પાછું ખેંચે નહીં તો જન આંદોલન થશે : મહેસુલ કર્મીઓ

ગાંધીનગર, બુધવારના દિવસે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસૂલ ખાતા અને પોલીસ વિભાગમાં થઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગર સચિવાલય ખાતે વિભાગના કર્મચારીઓ કેબિનેટ પ્રધાન કૌશિક પટેલ સાથે બેઠક કરી હતી સાથે જ તેઓએ ચીમકી પણ આપી હતી કે રાજ્યના મુખ્યપ્રધાન […]

Top Stories Gujarat Videos
mantavya મુખ્યપ્રધાન નિવેદન પાછું ખેંચે નહીં તો જન આંદોલન થશે : મહેસુલ કર્મીઓ

ગાંધીનગર,

બુધવારના દિવસે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસૂલ ખાતા અને પોલીસ વિભાગમાં થઈ રહ્યો છે.

ત્યારે ગાંધીનગર સચિવાલય ખાતે વિભાગના કર્મચારીઓ કેબિનેટ પ્રધાન કૌશિક પટેલ સાથે બેઠક કરી હતી સાથે જ તેઓએ ચીમકી પણ આપી હતી કે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતાનું નિવેદન પાછું ખેંચી અને જો નિવેદન પાછું ખેંચવામાં નહી આવે તો આવનારા સમયમાં આંદોલન થશે.

ગાંધીનગર સચિવાલય ખાતે મહેસુલ વિભાગના અધિકારીઓ સાથે જ કર્મચારી મંડળના સદસ્યો આવ્યા હતા ત્યારે કર્મચારી મંડળના મુખ્ય આગેવાન એવા દિવ્યેશ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જે નિવેદન આપ્યું છે તે તમામ નિવેદન ખોટું છે.

જ્યારે મહેસુલ વિભાગના કર્મચારીઓ દ્વારા તમામ પ્રકારના કામકાજ કરવામાં આવે છે. સાથે જ રાજ્ય સરકારને ઉપયોગી એવા તમામ કામ મહેસુલ વિભાગના કર્મચારીઓને કામ કરવામાં આવે છે. તેમ છતાં પણ મુખ્ય પ્રધાન રૂપાણીએ આવું નિવેદન આપ્યું તે યોગ્ય નથી.