Not Set/ કોંગ્રેસ સ્થાપના દિવસ : રાહુલ ગાંધી અને મનમોહન સિંહે કેક કાપી કરી ઉજવણી

નવી દિલ્હી, આજે (૨૮ ડિસેમ્બર) દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસનો સ્થાપના દિવસ છે. વર્ષ ૧૮૮૫માં બ્રિટીશ કાળ દરમિયાન કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારબાદ શુક્રવારે પાર્ટી પોતાનો ૧૩૪માં ફાઉંન્ડેશન દિવસની ઉજવણી કરી રહી છે. Delhi: Congress President Rahul Gandhi at party HQ on #CongressFoundationDay pic.twitter.com/0QPlKIjsdS— ANI (@ANI) December 28, 2018 આ શુભ અવસરે કોંગ્રેસના […]

Top Stories India Trending
11 49 1072006103 ll કોંગ્રેસ સ્થાપના દિવસ : રાહુલ ગાંધી અને મનમોહન સિંહે કેક કાપી કરી ઉજવણી

નવી દિલ્હી,

આજે (૨૮ ડિસેમ્બર) દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસનો સ્થાપના દિવસ છે. વર્ષ ૧૮૮૫માં બ્રિટીશ કાળ દરમિયાન કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારબાદ શુક્રવારે પાર્ટી પોતાનો ૧૩૪માં ફાઉંન્ડેશન દિવસની ઉજવણી કરી રહી છે.

આ શુભ અવસરે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના હેડકવાર્ટર ખાતે ધ્વજ ફરકાવ્યો હતો. સાથે સાથે રાહુલ ગાંધી તેમજ પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહે કેક પન્ન કાપી હતી. આ સમયે કોંગ્રેસ પાર્ટીના ઘણા મોટા નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ પાર્ટીની સ્થાપના આજથી લગભગ ૧૩૪ વર્ષ પહેલા ૧૮૮૫માં થઇ હતી, જેના ફાઉન્ડરમાં દાદા ભાઈ નવરોજી, એ ઓ હ્યુમ અને દિનશા વાચા જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.

જો કે ત્યારબાદ વર્ષ ૧૯૪૭માં ભારતને આઝાદી મળ્યા બાદ કોંગ્રેસ દેશની પહેલી રાજનૈતિક પાર્ટી બની હતી.

૧૯૪૭માં આઝાદી મળ્યા અત્યારસુધીની કોંગ્રેસ પાર્ટીની વાત કરવામાં આવે તો, ૧૬ સમાન્ય ચૂંટણીમાં પાર્ટી ૬માં પૂર્ણ બહુમતી સાથે સત્તા પર આવી છે. આ ઉપરાંત ૪ વાર કોંગ્રેસના નેતૃત્વ હેઠળ ગઠબંધનની સરકાર પર બની છે.