Viral Video/ લો ભાઈ હવે જોઈ લો ડિજિટલ જમાનામાં લગ્ન પણ ડીજીટલ, વરરાજાએ કર્યો વીડિયો કોલ પર લગ્ન

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જ્યાં તમને અજબ ગજબ ઘટનાના વીડિયો જોવા મળશે. ઘણી વખત એવા વીડિયો વાયરલ થતા હોય છે. જેને જોઇને લોકો પણ હેરાન થઇ જતા હોય છે.

Videos Trending
Cricket Tutorials YouTube Thumbnail 18 1 લો ભાઈ હવે જોઈ લો ડિજિટલ જમાનામાં લગ્ન પણ ડીજીટલ, વરરાજાએ કર્યો વીડિયો કોલ પર લગ્ન

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જ્યાં તમને અજબ ગજબ ઘટનાના વીડિયો જોવા મળશે. ઘણી વખત એવા વીડિયો વાયરલ થતા હોય છે. જેને જોઇને લોકો પણ હેરાન થઇ જતા હોય છે. કેટલાક સમય પહેલા એક વીડિયો એવો આવ્યો હતો જેમાં એક મહિલા મેટ્રો ટ્રેનમાં ભીખ માંગતી જોવા મળી રહી હતી. ત્યારે બીજો વીડિયો એવો હતો જેમાં એક સ્કૂટરનો અનોખો ઉપયોગ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર રોજ બરોજ અનોખા વીડિયો જોઇને લોકો પણ ચોકી જતા હોય છે. પણ આજે તમને એક એવા વીડિયો વિશે વાત કરવા જઇ રહ્યા છે જેને જોઇને તમે પણ ચોકી જશો. આ વીડિયો બધા વીડિયોને પાછળ છોડી દે એવો વીડિયો છે. તો આવો જાણીએ આ વીડિયો વિશે.

વીડિયો કોલ પર કર્યા વરરાજાએ લગ્ન
તમે અત્યાર સુધી ઘણા બધા લગ્નમાં ગયા હશો, અને ઘણા બધા લગ્ન પણ જોયા હશો. અમુક લોકો તેમના રિવાજ પ્રમાણે લગ્ન કરતા હોય છે. અને અમુક લોકો કોર્ટમાં કે પછી મંદિરમાં પણ લગ્ન કરતા હોય છે. પણ આ વીડિયોમાં એક વરરાજા એવી રીતે લગ્ન કરે છે જેને જોઇને તમે પણ ચોકી ઉઠ્શો. શું તમે ક્યારે વીડિયો કોલના મારફતે લગ્ન થતા જોયા છે? જો ના જોયા હોય તો આ વીડિયોમાં જોઇલો. સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક ખૂરશી પર વરરાજા બેઠો છે. અને તેની બાજુવાળી ખૂરશી પર એક ફોન રાખેલો છે. જેમાં વીડિયો કોલ મારફતે કન્યા જોડાયેલી છે. આ વીડિયો જોતા પહેલા તો એવું જ લાગ્યુ કે બંન્નેનો રોકા થઇ રહ્યો છે. પણ પછી વીડિયોમાં બતાવવામાં આવે છે કે વરરાજા વીડિયો કોલ દ્વારા કન્યાની માંગમાં સિંદૂર ભરે છે.

આ વીડિયો એક્સ એપ પર @HasnaZaruriHai નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, અને કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે ‘ જો નેટવર્ક ગયું તો એનો મતલબ એ કે કન્યા ભાગી ગઇ. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સુધી 21 હજાર લોકોએ જોઈ લીધો છે. અને વીડિયો જોયા બાદ લોકો હસવાના ઇમોજી પમ કોમેન્ટ બોક્સમાં મોકલી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈરાનનો ઈઝરાયેલ પર 200 ડ્રોન અને મિસાઈલો વડે હુમલો, અમેરિકાએ ઈઝરાયેલને શાંત રહેવા કહ્યું

આ પણ વાંચો:વાઘ પણ એક દિવસ માટે ‘સાધુ’ બની જાય છે, માંસને સ્પર્શતા પણ નથી, જાણો તેનું રસપ્રદ કારણ

આ પણ વાંચો:શોરૂમનો સામાન ન ખરીદતા માલિકે 37 લોકોને બંદી બનાવ્યા

આ પણ વાંચો:23 વર્ષીય યુવતીએ અનેક છોકરાઓને પીંખી નાખ્યા… આવી રીતે બનાવ્યા પોતાની હવસના શિકાર