- વિધાનસભા અધ્યક્ષના ફેસબુક એકાઉન્ટ સાથે ચેડાં
- રાજેન્દ્ર ત્રિવેદીનાં નામે નકલી FB એકાઉન્ટ બન્યું
- કોઇ શખ્સે ડમી એકાઉન્ટ બનાવી નાણાં માંગ્યા
- સુખચંદ ચૌધરી નામનાં ઇસમે નકલી એકાઉન્ટ બનાવ્યું
- ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી ગુગલ પે મારફતે નાણાંની માંગણી કરી
- રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબનાં નામે નાણાંની કરી માંગ
- રાજેન્દ્ર ત્રિવેદીનાં નામે મેસેજ કરી અપશબ્દો બોલ્યા
- વિધાનસભા અધ્યક્ષે રાજકીય શત્રુઓનું કાવતરું ગણાવ્યું
સોશિયલ મીડિયામાં હવે અમુક અરાજક તત્વોની એન્ટ્રી થઇ ગઇ છે. ઘણા લોકો આ સોશિયલ મીડિયા મારફતે આજે સારા પૈસા કમાઇ રહ્યા છે. જો કે ઘણા એવા પણ લોકો છે જે સોશિયલ મીડિયામાં સ્માર્ટનેસનો ઉપયોગ કરી ખોટી રીતે પૈસા બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. ક્યારેક કોઇ પ્રભાવશાળી કે હોદ્દો ધરાવતો વ્યક્તિ હોય તેના નામ પર પૈસા પડાવવામાં આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે.
સામે આવી રહેલી માહિતી અનુસાર, વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનું ફેસબુક એકાઉન્ટ સાથે કોઇ શખ્સે ચેડા કર્યા હોવનુ પ્રકાશમાં આવી રહ્યુ છે. તેમના ફેસબુક એકાઉન્ટનું કોઇ શખ્સે ડમી એકાઉન્ટ બનાવી નાણાંની માંગણી કરી હોવાનુ પ્રકાશમાં આવતા ખડભડાટ મચી છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, સુખચંદ ચૌધરી નામનાં ઇસમે નકલી એકાઉન્ટ બનાવી નાણાંની માંગણી કરી છે. આ શખ્સે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી ગૂગલ પે મારફતે નાણાંની માંગણી કરી હતી. શખ્સે વિધાનસભાનાં અધ્યક્ષનાં ફેન ક્લબનાં નામે નાણાંની માંગણી કરી હતી. તેટલુ જ નહી તેણે મેસેજ કરી અપશબ્દો બોલ્યા હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. આ મામલાને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ રાજકીય શત્રુઓનું કાવતરું હોવાનુ ગણાવ્યું છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…