દેવાદાર/ ગુજરાત માથે રૂ.3.25 લાખ કરોડનું દેવું, દેવાદાર રાજ્યોમાં છઠ્ઠા ક્રમાંકે…

ગુજરાત માથે રૂ.3.25 લાખ કરોડનું દેવું, દેવાદાર રાજ્યોમાં છઠ્ઠા ક્રમાંકે…

Gujarat Others Trending
Untitled 24 ગુજરાત માથે રૂ.3.25 લાખ કરોડનું દેવું, દેવાદાર રાજ્યોમાં છઠ્ઠા ક્રમાંકે...

ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્ર શરુ થયું છે. ત્યારે આપણે જણાવી દઈએકે ગુજરત મોડેલ અને વિકાસની વાતો કરતા આ રાજ્યને માથે કરોડો રૂપિયાનું દેવું છે. ગુજરાતના માથે 3.25 લાખ કરોડ રૂપિયાનો દેવું છે. આમ દેવાદાર રાજ્યોમાં ગુજરાત રાજ્ય દેશમાં છઠ્ઠા નંબર પર છે. દેવાદાર રાજ્યોમાં પ્રથમ નંબરે ઉત્તર પ્રદેશ આવે છે જ્યારે મહારાષ્ટ્ર બીજા નંબર પર છે.

ગુજરાત વિધાનસભા / આ વિધાનસભા સત્રમાં સરકાર લવજેહાદનો કાયદો લાવશે : રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

પ્રાપ્ત વિગતો અનુસાર વિકાસ મોડેલની વાતું કરતી ગુજરાત સરકારને માથે રૂ.3.25 લાખ કરોડની આર્થિક જવાબદારી છે. 2014માં ગુજરાતની રાજ્ય વિકાસ લોન માત્ર 78 હજાર 21 કરોડ હતી. 2020 સુધીમાં વધીને 2 લાખ 5 હજાર 23 કરોડ થઇ હતી.

મોંઘવારી / લોકોના ખિસ્સા હળવા બનાવવાનો ખેલ યથાવત

જે સાથે 1 લાખ 15 હજાર 805 કરોડ સહિત આર્થિક જવાબદારીમાં વધારો થયો છે. 2014-2020 મુજબ આર્થિક જવાબદારીમાં 1 લાખ 37 હજાર 444 કરોડનો વધારો થયો છે.

ઉલ્લેખનીય છેકે આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરુ થયું છે. ત્યારે કયા વિધેયક ઉપર ચર્ચા થી શકે તે ઉપર સૌની નજર છે. જેમાં લવ જેહાદ મુખ્ય વિધેયક બનીરહે તેવી ચર્ચા છે. તો રાજ્ય ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ પણ અંગે જાહેરત કરી છે.

આ ઉપરાંત ગુજરાત આર્યુર્વેદ યુનિવસિર્ટી સુધારા વિધેયક, ગુજરાત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત રાજવિત્તિય જવાબદારી સુધારા વિધેયક, ગુજરાત અગ્નિનિવારણ અને જીવનસુરક્ષા ઉપાય વિષયક સુધારા વિધેયક આ ઉપરાંત અન્ય 7 વિધેયક રજૂ કરાશે.