ગાઝીયાબાદ
ઠંડીએ ઉત્તર ભારતમાં જોર પકડ્યું છે. આજે દિલ્લીમાં પણ વાતાવરણમાં ધુમ્મસના લીધે બધી ફ્લાઈટમો ટાઇમ મોડો થઇ ગયો છે.
ઉત્તર પ્રદેશમાં ગાઝીયાબાદમાં પણ ઠંડીનું પ્રમાણ ઘણું વધી ગયું છે જેન લઈને અહિયાં ખાનગી અને સરકારી શાળાઓને ૧૨ જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ગાઝીયાબાદના શિક્ષણ મંત્રી રાજેશ કુમાર શ્રીવાસ્તવે આદેશ જાહેર કર્યો છે કે ગાઝીયાબાદના જીલ્લાઅધિકારીના આદેશ પ્રમાણે હાલ ચાલી રહેલી ઠંડીના લીધે ધોરણ ૧૨ સુધીના ક્લાસ ૧૨ જાન્યુઆરી સુધી ૨૦૧૯ સુધી દરેક બોર્ડ બંધ રહેશે. આ નિયમોનું કડક રીતે પાલન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું.
જો કે દિલ્લીમાં પણ ઠંડીની આ જ હાલત છે પરંતુ અહીય સ્કુલ બંધ કરવાની કોઈ જાહેરાત કરવામાં નથી આવી. એટલું જ નહી પરંતુ નોઈડાના પ્રશાસન દ્વારા પણ આવો કોઈ આદેશ જાહેર કરવામાં નથી આવ્યો.
તમને જણાવી દઈએ કે રાજધાની દિલ્લી અને એનસીઆરમાં ઠંડી અને પ્રદુષણનું પ્રમાણ પહેલેથી જ વધારે હતું તેમાં શનિવાર અને રવિવારે વરસાદ થવાને લીધે અચાનક ઠંડીની પ્રમાણ ઘણું વધી ગયું છે.