કૃષિ આંદોલન/ ખેડૂતો સાથે વધુ એક બેઠક , કડક વલણ દાખવી શકે છે કેન્દ્ર

ત્રણ કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન પૂર્ણ થવાનું નામ લઇ રહ્યું નથી. ગતિરોધ પૂર્ણ કરવા માટે ખેડૂત સંગઠનો અને કેન્દ્રસરકાર વચ્ચે આજે ફરી એક વખત બેઠક યોજાવવા જઇ

Top Stories India
1

ત્રણ કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન પૂર્ણ થવાનું નામ લઇ રહ્યું નથી. ગતિરોધ પૂર્ણ કરવા માટે ખેડૂત સંગઠનો અને કેન્દ્રસરકાર વચ્ચે આજે ફરી એક વખત બેઠક યોજાવવા જઇ રહી છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે આજે બંને પક્ષો સંપૂર્ણ તૈયારી સાથે ભાગ લેશે. સાથોસાથ મંત્રણા પહેલા બંને પક્ષો દ્વારા જુદા-જુદા માધ્યમોમાંથી કડક નિવેદનો જાહેર કરવામાં આવ્યા છે. એવામાં બેઠક દરમિયાન ગરમાગરમીનો માહોલ ઉપસ્થિત થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે સમાધાન માટે એક કમિટીની રચના કરી છે જેના સભ્યોની બેઠક ગઈકાલે યોજવામાં આવી હતી.આમાં ખેડૂત સંગઠનો નવા કૃષિ કાયદાને રદ કરવા ઉપર મક્કમ છે. ખેડૂત સંગઠનોને સલાહ આપતી વખતે, કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમારે અન્ય કેટલાક વિકલ્પ સાથે બેઠકમાં આવવાનું કહ્યું છે. બેઠકમાં હવે આની કડક પ્રતિક્રિયા આપવામાં આવી છે. અહીં સરકાર વાટાઘાટો સાથે આંદોલનની ઘોષણાઓ અંગે પણ ચર્ચા કરી શકે છે.

Beware! / કોરોના કોઈ મજાક નથી સાવધાની રાખો : સંક્રમિત થયા બાદ સાનિયા મિર્ઝાએ શેર કરી વાત

ટ્રેક્ટર રેલી અંગે સુપ્રીમ કોર્ટનું વલણ પણ સ્પષ્ટ છે

Farmer unions say they will go ahead with tractor march in Delhi on  Republic Day | India News,The Indian Express

નોંધપાત્ર વાત એ છે કે ખેડૂત સંગઠનો 26 જાન્યુઆરીએ રાજધાની દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢવા માંગે છે, પરંતુ કાયદો અને વ્યવસ્થાને ટાંકીને દિલ્હી પોલીસ મંજૂરી આપી રહી નથી. મંગળવારે 10 મા રાઉન્ડની વાતચીત પણ થવાની હતી, પરંતુ દિલ્હી પોલીસ અને ખેડૂત સંગઠનો વચ્ચે ચર્ચાને કારણે તેને એક દિવસ આગળ ધપાવાયો હતો.અહીં સુપ્રીમ કોર્ટે ખેડુતોની ટ્રેક્ટર રેલી અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. કોર્ટે કહ્યું છે કે પ્રજાસત્તાક દિન પર દિલ્હી પ્રવેશની મંજૂરી આપવી તે દિલ્હી પોલીસની જવાબદારી છે. 26 મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન પર ટ્રેક્ટર રેલી કાઢવા ખેડૂત સંગઠનોએ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આગામી બેઠકમાં સરકાર તરફથી નક્કર દરખાસ્તો કરવા સાથે, ખેડૂત સંગઠનોને તેમનો પ્રતિસાદ આપવા કહેવામાં આવશે, જેથી વાટાઘાટને સકારાત્મક રીતે આગળ ધપાવી શકાય.

Indian Army / આજે ફ્રાન્સ સાથે જોધપુરમાં યુદ્ધાભ્યાસ, ભારતીય રાફેલ સહિત 200 લડાકુ વિમાનનો સમાવેશ

સરકારે પણ કડક સંદેશ આપ્યો

Narendra singh tomar is behind Madhya Pradesh Political drama | किसने बिछाई  मध्य प्रदेश में भाजपा की सियासी बिसात?

કૃષિ મંત્રાલયના અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ બાબતેની દરખાસ્તો પર ફેરવિચારણા કરવામાં આવી હતી. બુધવારની વાટાઘાટમાં, ખેડૂત નેતાઓને કાયદો રદ કરવા સિવાય અન્ય કોઈ દરખાસ્ત કરવા કહેવામાં આવશે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે રવિવારે કેન્દ્ર સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે.સરકારે કૃષિ કાયદા રદ કરવાની માંગને સંપૂર્ણપણે નકારી છે. કૃષિ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સરકાર વીજ બિલ ચુકવણી બિલ અને મુખ્ય વટહુકમ સહિત, સીધા જ ખેડૂતો સાથે સંકળાયેલા મુદ્દાને સ્વીકારવા સંમત થઈ ગઈ છે. નોંધનીય છે કે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશની ખેડૂત સંગઠનો તેમની માંગણીઓ સાથે છેલ્લા 55 દિવસથી રાજધાની દિલ્હીની આસપાસ છાવણી કરી રહ્યા છે અને ત્રણેય કૃષિ કાયદા નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે.

Farmer Protest: Supreme Court To Hear A Letter By Punjab University  Students As PIL On Police Excesses Against Farmers

CHIN / કોરોનાની ભયાનકતાથી ચીન પહેલેથી માહિતગાર, સ્ટિંગ ઓપરેશનની ડોક્યુમેન્ટરીમાં થયો પર્દાફાશ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…