Not Set/ ઘરેથી ત્યજી દેવાયેલી અમદાવાદની ત્રણ વર્ષની ‘ હીર ‘ ને સ્પેનની મહિલાએ લીધી દત્તક

અમદાવાદ નસીબની આગળ કોઈનું ચાલતું નથી.માતા દ્વારા ત્યજી દેવાયેલ તબાળકીને સ્પેનની માતા મળશે તે તેણે ક્યારેય વિચાર્યું પણ નહી હોય. વર્ષ ૨૦૧૭માં મેઘાણીનગરમાં એક બાળકીને ત્યજી દેવામાં આવી હતી. આ બાળકીની ઉંમર ત્યારે માત્ર ત્રણ વર્ષની જ હતી. પોલીસને આ બાળકી મળી આવતા તેમણે પાલડી ખાતેના બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી હતી. આ બાળકીનું નામ તે […]

Top Stories Ahmedabad Gujarat World Trending
adopt ઘરેથી ત્યજી દેવાયેલી અમદાવાદની ત્રણ વર્ષની ' હીર ' ને સ્પેનની મહિલાએ લીધી દત્તક

અમદાવાદ

નસીબની આગળ કોઈનું ચાલતું નથી.માતા દ્વારા ત્યજી દેવાયેલ તબાળકીને સ્પેનની માતા મળશે તે તેણે ક્યારેય વિચાર્યું પણ નહી હોય.

વર્ષ ૨૦૧૭માં મેઘાણીનગરમાં એક બાળકીને ત્યજી દેવામાં આવી હતી. આ બાળકીની ઉંમર ત્યારે માત્ર ત્રણ વર્ષની જ હતી. પોલીસને આ બાળકી મળી આવતા તેમણે પાલડી ખાતેના બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી હતી.

આ બાળકીનું નામ તે લોકોએ હીર રાખ્યું હતું. માત્ર એક જ વર્ષની અંદર હીરને પ્રેમાળ જનેતા મળી ગઈ છે.

સ્પેનની એક મહિલાએ આ બાળકીને દત્તક લીધી છે.આ મહિલાનું નામ Ana Pilar Gil de la Puente છે. દત્તક વિધિ પૂરી કર્યા બાદ ટૂંક જ સમયમાં તે હીરને પોતાના સાથે સ્પેન લઇ જશે.હજી એક વર્ષ થયું છે ત્યાં જ હીરને ભારત સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી મારફત સ્પેનની મહિલાએ દત્તક લેવા ઇચ્છા દર્શાવી હતી.

દત્તક દીકરી લેનારા આ મહિલા અપરણિત છે અને વ્યવસાયે તેઓ શિક્ષક છે.

આ મહિલાએ બાળકીને દત્તક લેવા માટે ભારત સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીના કારા.એનઆઇસી.ઇન(પોર્ટલ કેરિંગ્સ) મારફત અરજી કરી હતી અને આ પોર્ટલમાં સમગ્ર ભારતમાંથી લીગલ ફ્રી ફોર એડોપ્શન થયેલા એટલે કે કોર્ટે એડોપ્શન માટે ફ્રી કર્યા હોય તેવા બાળકોની યાદી જોવા મળે છે.

કોર્ટ પાસેની મંજુરી મળતા હીરનો પાસપોર્ટ આવી ગયો છે. માત્ર ત્રણ વર્ષની માતાવિહોણી હીરને માતા મળી જતા તે ખુશ થઇ ગઈ હતી. થોડા જ સમયમાં તે પોતાની માતા સાથે સ્પેન જતી રહેશે.