Hamida Banu/ ગૂગલે બનાવ્યું ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજનું ડૂડલ, જાણો તેમની સાથે જોડાયેલી રસપ્રદ માહિતી

ગૂગલ ડૂડલ આજે ભારતની પ્રથમ મહિલા પ્રોફેશનલ રેસલર હમીદા બાનુને યાદ કરી રહ્યું છે. આ તે સમયથી છે જ્યારે કુસ્તી માત્ર પુરુષો માટે જ રમત માનવામાં આવતી હતી.

Trending Tech & Auto
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 40 ગૂગલે બનાવ્યું ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજનું ડૂડલ, જાણો તેમની સાથે જોડાયેલી રસપ્રદ માહિતી

ગૂગલ ડૂડલ આજે ભારતની પ્રથમ મહિલા પ્રોફેશનલ રેસલર હમીદા બાનુને યાદ કરી રહ્યું છે. આ તે સમયથી છે જ્યારે કુસ્તી માત્ર પુરુષો માટે જ રમત માનવામાં આવતી હતી. આજનું ગૂગલ ડૂડલ દિવ્યા નેગી દ્વારા બનાવવામાં આવ્યું છે. દિવ્યા નેગી બેંગલુરુની મહેમાન કલાકાર છે. આ ડૂડલમાં હમીદા બાનુને એક શક્તિશાળી મહિલા તરીકે દર્શાવવામાં આવી છે અને તેમની આસપાસ ફૂલોથી શણગારેલી પૃષ્ઠભૂમિ બનાવવામાં આવી છે.

માહિતી અનુસાર આ દિવસે હમીદા બાનુને વિશ્વભરમાં ખ્યાતિ મળી હતી. 1954માં આ દિવસે હમીદા બાનુએ તત્કાલીન પ્રખ્યાત રેસલર બાબા પહેલવાનને હરાવ્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે તેને બાબા પહેલચનને માત્ર 1 મિનિટ 35 સેકન્ડમાં હરાવ્યો હતો. આ હાર બાદ બાબા પહેલવાએ કુસ્તીમાંથી સંન્યાસ લઈ લીધો.

તમને જણાવી દઈએ કે હમીરા બાનુનો ​​જન્મ 1900ના દાયકાની શરૂઆતમાં ઉત્તર પ્રદેશના અલીગઢમાં થયો હતો. બાનુ હંમેશા કુસ્તી કરતી હતી અને 300 થી વધુ મેચ જીતી હતી. કહેવાય છે કે હમીદાની કારકિર્દીનો સુવર્ણ દાયકો 1940થી 1950 વચ્ચેનો હતો. તે સમયે મહિલાઓને કુસ્તી જેવા વ્યવસાયમાં જવાથી રોકવામાં આવતી હતી. જો કે, બાનુએ નક્કી કર્યું હતું કે તે કુસ્તીબાજ બનશે અને તેથી જ તેને  માત્ર પુરુષો સાથે જ સ્પર્ધા કરી અને જીતી.

હમીદા બાનુ વિશે એક રસપ્રદ તથ્ય એ છે કે તેને તમામ પુરૂષ કુસ્તીબાજોને પડકાર ફેંક્યો હતો કે જે પણ તેને પ્રથમ વખત હરાવે તેની સાથે તે લગ્ન કરશે. આટલું જ નહીં હમીદા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રખ્યાત છે. તેને 2 મિનિટમાં જ રશિયન મહિલા રેસલર વેરા કિસ્ટિલિનને સંપૂર્ણપણે હરાવી હતી. આ પછી ઘણા વર્ષો સુધી અખબારોમાં હમીદાનું નામ છવાયેલું રહ્યું. હમીદા તેમના સમયની પ્રખ્યાત અને જાણીતી વ્યક્તિત્વ રહી છે. આજે પણ તેમને દેશ-વિદેશમાં યાદ કરવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અઝીમ પ્રેમજીની કંપની વિપ્રોની મોબાઈલ કંપની નોકિયા સાથે થઈ મોટી Deal

આ પણ વાંચો:WhatsAppએ ભારતમાં ત્રણ મહિનામાં 22 કરોડ એકાઉન્ટ પર લગાવ્યો પ્રતિબંધ, તમે પણ બની શકો છો શિકાર

 આ પણ વાંચો:પાસપોર્ટ મેળવવો થયો સરળ, ડોક્યુમેન્ટ સાથે રાખ્યા વગર થશે કામ, જાણો આ નવો નિયમ