Not Set/ INDvsAUS: પ્રથમ દિવસના અંતે ભારત 215/2, પૂજારા 68, કોહલી 47 રને રમતમાં

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયા અને ભારત (INDvsAUS) વચ્ચે ત્રીજી ટેસ્ટ (બોક્સિંગ ડે)નો આજથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રારંભ થયો છે. જેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધું હતું. ભારતે પ્રથમ દિવસના અંતે બે વિકેટના નુકસાન પર ૨૧૫ રન બનાવી લીધા છે. દિવસના અંતે ચેતેશ્વર પૂજારા ૬૮ અને વિરાટ કોહલી ૪૭ રન બનાવી મેદાનમાં હતા. આ પૂર્વે ઓપનર મયંક […]

Top Stories Trending Sports
INDvsAUS: India 215/2 at the end of first day, Pujara 68, Kohli 47

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયા અને ભારત (INDvsAUS) વચ્ચે ત્રીજી ટેસ્ટ (બોક્સિંગ ડે)નો આજથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રારંભ થયો છે. જેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધું હતું. ભારતે પ્રથમ દિવસના અંતે બે વિકેટના નુકસાન પર ૨૧૫ રન બનાવી લીધા છે. દિવસના અંતે ચેતેશ્વર પૂજારા ૬૮ અને વિરાટ કોહલી ૪૭ રન બનાવી મેદાનમાં હતા.

આ પૂર્વે ઓપનર મયંક અગ્રવાલ અને હનુમા વિહારીએ ભારતની ઈનિંગનો પ્રારંભ કર્યો હતો. બંને ઓપનરોએ પ્રથમ વિકેટની ભાગીદારી માટે ૪૦ રન જોડ્યા હતા. ત્યારે હનુમા વિહારી  ૮ રન બનાવી આઉટ થયો હતો. જ્યારે મયંક અગ્રવાલે પર્દાપણ ટેસ્ટમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. મયંક અંગત ૭૬ રન બનાવીને આઉટ થયો હતો.

પ્રથમ દિવસના અંતે પૂજારા અને કોહલી ક્રિઝ પર

INDvsAUS: India 215/2 at the end of first day, Pujara 68, Kohli 47
mantavyanews.com

પ્રથમ દિવસે ભારતે મક્કમ બેટિંગ કરી હતી જેના કારણે પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો છે. દિવસના અંતે ભારતે બે વિકેટ ગુમાવી ૨૧૫ રન બનાવી લીધા હતા. કેપ્ટન કિંગ કોહલી અને પૂજારા રમતમાં છે. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે બે વિકેટ ઝડપી હતી.

ભારતે પૂરા કર્યા 200 રન

ભારતીય ટીમે ૧૨૩ રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન કિંગ વિરાટ કોહલીએ ચેતેશ્વર પૂજારાની સાથે મળીને ટીમ ઈન્ડિયાના સ્કોરને ૨૦૦ રનને પાર કરાવ્યો હતો. બંનેએ શાનદાર બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન બોલરનો સામનો કર્યો હતો.

મયંક બાદ પૂજારાએ પણ ફટકારી અડધી સદી

INDvsAUS: India 215/2 at the end of first day, Pujara 68, Kohli 47
mantavyanews.com

ભારતીય ટીમની ‘વોલ’ ગણાતા એવા ચેતેશ્વર પૂજારાએ ધીરજ અને મક્કમતાની સાથે બેટિંગ કરી હતી. મયંક સાથે સારી ભાગીદારી કર્યા બાદ તેણે વિરાટ સાથે મળીને ભારતના સ્કોરને આગળ વધાર્યો હતો. આ દરમિયાન પૂજારાએ ૧૫૨ બોલમાં 4 ચોગ્ગાની મદદથી ટેસ્ટ કરિયરની ૨૧મી અડધી સદી પૂરી કરી હતી.

ભારતના સ્કોર થયો ૧૫૦ને પાર

મયંક અગ્રવાલની વિકેટ પડ્યા બાદ કેપ્ટન કિંગ કોહલી મેદાનમાં આવ્યો હતો. તેણે અને પૂજારાએ સાથે મળીને ટીમનો સ્કોર ૧૫૦ને પાર પહોંચાડ્યો હતો. વિરાટ કોહલીએ ૬૩મી ઓવરમાં બાઉન્ડ્રી ફટકારીને ટીમના ૧૫૦ રન પૂરા કર્યા હતા.

ટી સમયે ભારતનો સ્કોર ૧૨૩/૨

ટીમ ઈન્ડિયાએ બીજા સત્રમાં પણ એક વિકેટ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી આ સફળતા પેટ કમિન્સને મળી હતી. તેણે શાનદાર બેટિંગ કરી રહેલા મયંક અગ્રવાલને ૭૬ રનના અંગત સ્કોર પર ટિમ પેનના હાથમાં કેચઆઉટ કરાવ્યો હતો.

મયંકને કમિન્સે કર્યો આઉટ

પોતાની પર્દાપણ મેચમાં જોરદાર અને શાનદાર ઈનિંગ રમી રહેલ મયંક અગ્રવાલ (૭૬) રન બનાવીને આઉટ થયો હતો. મયંકે પૂજારા સાથે બીજી વિકેટ માટે ૮૩ રન ઉમેર્યા હતા. મયંકને પેટ કમિન્સે આઉટ કર્યો હતો.

ભારતના ૧૦૦ રન પૂરા

ટીમ ઈન્ડિયાએ ઈનિંગની ૪૪મી ઓવરમાં ૧૦૦ રન પૂરા કર્યા હતા. ઓપનર મયંક અગ્રવાલ અને ત્રીજા ક્રમે બેટિંગમાં આવેલા પૂજારાએ શાનદાર બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન બોલરોનો મક્કમતાથી સામનો કર્યો હતો.

ઓપનર મયંક અગ્રવાલની પ્રથમ અડધી સદી

INDvsAUS: India 215/2 at the end of first day, Pujara 68, Kohli 47
mantavyanews.com

બોક્સિંગ ડે ટેસ્ટમાં પર્દાપણ કરી રહેલા ૨૭ વર્ષીય મયંક અગ્રવાલે માત્ર ૯૫ બોલમાં પોતાની કરિયરની પ્રથમ અડધી સદી પૂરી કરી હતી. તેણે આ દરમિયાન 6 બાઉન્ડ્રી ફટકારી હતી.

લંચ સમયે ભારતનો સ્કોર એક વિકેટે ૫૭ રન

ભારત તરફથી મયંક અગ્રવાલ અને હનુમા વિહારીએ ઈનિંગનો પ્રારંભ કર્યો હતો. બંને બેટ્સમેન સારી લયમાં જણાતા હતા. બંનેએ પ્રથમ વિકેટની ભાગીદારી માટે 40 રન જોડ્યા હતા. ઈનિંગની 18મી ઓવરમાં પેટ કમિન્સના બોલ પર ભારતે હનુમા વિહારીની વિકેટ ગુમાવી હતી. હનુમા સ્લિપમાં રહેલા ઉસ્માન ખ્વાજાના હાથે કેચઆઉટ થયો હતો. તેણે માત્ર ૮ રન બનાવ્યા હતા. આ પછી પૂજારા અને મયંક અગ્રવાલે બાજી સંભાળી હતી.

પ્રથમ વિકેટ હનુમા વિહારીના રૂપે પડી

INDvsAUS: India 215/2 at the end of first day, Pujara 68, Kohli 47
mantavyanews.com

ઓસ્ટ્રેલિયાએ ભારતની પ્રથમ વિકેટ ઝડપવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. ઈનિંગની 19મી ઓવરમાં પેટ કમિન્સે ઓસ્ટ્રેલિયાને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે પોતાના અંગત ૮ રન પર રમી રહેલા હનુમા વિહારીને સ્લિપમાં ઉભેલા ઉસ્માન ખ્વાજાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી બેટિંગ પસંદ કર્યું

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ સિરીઝમાં બંને ટીમો 1-1ની બરોબરી પર છે. જો ભારત આ ટેસ્ટ જીતે તો તે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં 40 વર્ષ બાદ 2-1ની લીડ મેળવવામાં સફળ રહેશે.

ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), અંજ્કિય રહાણે (વાઇસ કેપ્ટન), મયંક અગ્રવાલ, હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ.

ઓસ્ટ્રેલિયn ટીમ: એરોન ફિંચ, માર્કર હૈરિસ, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, ટિમ પેન, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ.