Not Set/ YouTube ચેનલ પર મહિલાઓની લાઇવ હરાજી: શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કડક કાર્યવાહીની કરી માંગ

યુટ્યુબ ચેનલ ચોક્કસ સમુદાયની મહિલાની લાઇવ હરાજી પ્રસારિત કરે છે. તેમણે કહ્યું કે એપ પર ઘણી મહિલાઓની તસવીરો પોસ્ટ કરવામાં આવી છે જે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સમાંથી લેવામાં આવી છે.

Top Stories India
મહિલા હરાજી

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આઈટી મંત્રીને પત્ર લખી ટ્વીટ કર્યું છે. પત્રમાં તેમણે યુટ્યુબ ચેનલ અને મહિલાઓની જીવંત હરાજી પ્રસારિત કરતી એપ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. શિવસેનાના સાંસદે કહ્યું છે કે આ યુટ્યુબ ચેનલ ચોક્કસ સમુદાયની મહિલાની લાઇવ હરાજી પ્રસારિત કરે છે. તેમણે કહ્યું કે એપ પર ઘણી મહિલાઓની તસવીરો પોસ્ટ કરવામાં આવી છે જે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સમાંથી લેવામાં આવી છે.

ચતુર્વેદીએ પત્રમાં લખ્યું છે કે ‘થોડા મહિના પહેલા’ લિબરલ દોજે ‘નામની યુટ્યુબ ચેનલે કોઈ ખાસ સમુદાયની મહિલાની જીવંત હરાજી પ્રસારિત કરી હતી. લોકો મહિલા પર બોલી લગાવી રહ્યા હતા અને અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા હતા. ‘સુલી ડીલ્સ’ નામની એપ પર ઘણી પ્રોફેશનલ મહિલાઓના ફોટા પોસ્ટ કરાયા છે.

બારામુલામાં આતંકી હુમલો / આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંક્યો, 4 જવાન ઘાયલ

Tokyo Olympic 2021 / પીવી સિંધુએ સેમિફાઇનલમાં મેળવ્યો પ્રવેશ, મેડલથી હવે એક જીત દૂર

સાંસદ ચતુર્વેદીએ પોતાની ટવીટમાં લખ્યું છે કે ‘સુલી ડીલ્સ’ દ્વારા એક ધર્મની મહિલાઓને જે રીતે નિશાન બનાવવામાં આવી હતી તે ખૂબ જ અફસોસકારક અને નિંદાત્મક છે, આ સંદર્ભમાં આઇટી પ્રધાનને મારો પત્ર.