Not Set/ પતિએ સુહાગરાતે પત્નીના અશ્લીલ ફોટાઓ પોસ્ટ કર્યા ફેસબૂક પર, બાદમાં ઘરેથી બહાર કાઢી મૂકી

ઉત્તર પ્રદેશથી પતિ-પત્નીના સંબંધો પર ડાઘ લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ પોતાના પતિ પર આરોપ લગાવ્યો છે કે એણે સુહાગરાતે એના (મહિલાના) અશ્લીલ ફોટાઓ ખેંચીને ફેસબૂક પર પોસ્ટ કરી દીધા હતા. ફેસબૂક પર પોસ્ટ કર્યા બાદ આ ફોટાઓ વાયરલ થઇ ગયા હતા. જે બાદ સાસરી પક્ષના લોકોએ મહિલાને ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ પીડીતાએ […]

Top Stories India Uncategorized
246438 dowry પતિએ સુહાગરાતે પત્નીના અશ્લીલ ફોટાઓ પોસ્ટ કર્યા ફેસબૂક પર, બાદમાં ઘરેથી બહાર કાઢી મૂકી

ઉત્તર પ્રદેશથી પતિ-પત્નીના સંબંધો પર ડાઘ લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ પોતાના પતિ પર આરોપ લગાવ્યો છે કે એણે સુહાગરાતે એના (મહિલાના) અશ્લીલ ફોટાઓ ખેંચીને ફેસબૂક પર પોસ્ટ કરી દીધા હતા. ફેસબૂક પર પોસ્ટ કર્યા બાદ આ ફોટાઓ વાયરલ થઇ ગયા હતા. જે બાદ સાસરી પક્ષના લોકોએ મહિલાને ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ પીડીતાએ ફરિયાદ દાખલ કરી હતી.

આ મામલો ઉત્તર પ્રદેશના મેરઠના મેડિકલ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં એક કોલોની નિવાસી યુવક સાથે બે મહિના પહેલા જ તેણીના લગ્ન થયા હતા. મહિલાએ ફરિયાદમાં કહ્યું છે કે લગ્નમાં મળેલા દહેજ થી પતિ અને સાસરી પક્ષ ખુશ નહતો. જે કારણે પતિએ ઘરવાળા સાથે મળીને પીડિતાને ઘરમાંથી કાઢી મુકવાનો પ્લાન તૈયાર કર્યો હતો.

molestation rape kidnap crime woman girl child 0 0 0 0 0 0 0 0 0 e1533726340443 પતિએ સુહાગરાતે પત્નીના અશ્લીલ ફોટાઓ પોસ્ટ કર્યા ફેસબૂક પર, બાદમાં ઘરેથી બહાર કાઢી મૂકી

પીડીતાએ આરોપ લગાવ્યો કે એના પતિએ સુહાગરાતે રૂમની બારીમાં મોબાઈલ છુપાવીને અશ્લીલ ફોટાઓ ખેંચ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે તેણીના પતિએ ધમકી આપતા કહ્યું કે જો તેણી તેના પિતાના ઘરેથી વધારે દહેજ નહિ લાવે તો તેને ઘરેથી બહાર કાઢી મુકવામાં આવશે અને લગ્ન પણ તોડી નાખવામાં આવશે. આ સાથે જ પતિએ કહ્યુકે જો દહેજ નો કેસ દાખલ કરવામાં આવશે, તો તે આ બધા ફોટાઓને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે.

પીડિતા થોડા દિવસ તો સાસરી પક્ષ અને પતિની વાતો સહેતી રહી, પરંતુ પાણી જયારે માથાથી ઉપર ગયું તો તેણે પોલીસ ફરિયાદ કરી. પરંતુ પોલીસ ફરિયાદ થઇ હોવાની ખબર પડતા જ મહિલાના પતિએ બધા જ અશ્લીલ ફોટાઓ ફેસબૂક પાર પોસ્ટ કરી દીધા હતા. અને ફોટાઓ વાયરલ થઇ ગયા હતા. મહિલાની ફરિયાદ બાદ પોલીસે આરોપી પતિ વિરુદ્ધ આઇટી એક્ટ હેઠળ મામલો દર્જ કરી તપાસ શરુ કરી દીધી છે.