Corporation/ રાજકોટ મનપામાં મુદત પુરી થતા પદાધિકારીઓ પાસેથી કાર લેવાઈ પરત

રાજકોટ મહાનગરપાલિકામાં આજથી મેયર સહિતના તમામ પદાધિકારીઓની ટર્મ પૂરી થઇ રહી છે. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ પોતે આજે તમામ લોકોની સત્તા હસ્તગત કરી છે.

Top Stories Rajkot
rajkot

રાજકોટ મહાનગરપાલિકામાં આજથી મેયર સહિતના તમામ પદાધિકારીઓની ટર્મ પૂરી થઇ રહી છે. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ પોતે આજે તમામ લોકોની સત્તા હસ્તગત કરી છે.જ્યાં સુધી નવી ચૂંટાયેલી પાંખના આવે ત્યાં સુધી તેઓ તમામ પ્રકારના વહીવટ કરશે. શાસક અને વિપક્ષ બંને ખાતાઓની જવાબદારી વહન કરશે.છેલ્લા પાંચ વર્ષની અંદર શહેરના વોર્ડ નંબર 2 માં સૌથી વધારે 95 કરોડ રૂપિયાના ખર્ચે કામો થયા છે જ્યારે સૌથી ઓછા વોર્ડ નંબર 4:30 કરોડ રૂપિયાના ખર્ચે કામો થયા છે.આજ રોજ તમામ અધિકારીઓની સુવિધા માટે આપવામાં આવતી કાર પણ કોર્પોરેશનમાં જમા કરાવી લેવામાં આવી છે. આ સાથેજ ડેપ્યુટી મેયર સ્કૂટર પર કોર્પોરેશન ઓફિસે પહોંચ્યા હતા.

political analysis / કેરલ માટે 2021 માં પરિવર્તન કે પૂનરાવર્તન ?…

રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલ ના જણાવ્યા પ્રમાણે આ દિવસથી તમામ જવાબદારી રીતે વહન કરશે તેમ જ જ્યાં સુધી નવી ચૂંટાયેલી ના આવે ત્યાં સુધી તેઓ પોતાના દ્વારા તમામ લોકોને ન્યાય મળે તે પ્રકારે કામગીરી કરશે. લોકોને મુશ્કેલી ન થાય તેના પર તમારું ફોકસ રહેશે. તેમજ મહાનગરપાલિકાના કામો યથાવત રીતે ચાલતા રહેશે. જવાબદારી સંભાળવામાં કદાચ એકાદ દિવસ મોડું થશે પરંતુ લોકોની રજુઆતોને સાંભળી અને તેનું નિરાકરણ કરવા માટે નગરસેવકોના બદલે હવે સાંસદ અને ધારાસભ્ય સેવા આપશે.

dharma / શંગચુલ મહાદેવ મંદિર – ઘરેથી ભાગેલા પ્રેમીઓને અહીં મળે છે આશર…

મહાનગરપાલિકાએ છેલ્લા પાંચ વર્ષમાં રસ્તાઓ પાછળ સરેરાશ એકથી પાંચ કરોડ રૂપિયાના ખર્ચા કર્યા છે. રસ્તામાં એક લિંક રોડ તેમજ કામોને અગ્રતા આપવામાં આવી હોવાનું મેયરે જણાવ્યું હતું. જોકે દરેક વોર્ડમાં ચોમાસા બાદ રસ્તાઓનું ધોવાણ થતા હોય ઘણા બધા કામો ફરીથી કરવા પડે તેમ છે દર વર્ષે આ રીતે કરોડો રૂપિયા રસ્તાના બાંધકામ પાછળ ખર્ચાય છે પરંતુ આમ જનતા માટે તો જેસે જેવી જ હાલત હોય છે.

Disgusting / પતિએ પત્નીને સ્વાઇપ થવા કર્યું દબાણ, ઘિનોની હરકત બાદ થયુ આવુ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો