કેરળ,
કેરળના સબરીમાલા મંદિરમાં 10 થી ૫૦ વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો, ત્યારે આ મામલે હાઈકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં જણાવવામાં આવ્યું, “મંદિર કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી. કોઈ પણ વ્યક્તિ મંદિરમાં પ્રવેશી શકે છે. કોર્ટે મહિલાઓના પ્રવેશને મંજુરી આપી હતી.
આ મુદ્દે જયારે સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલી રહી હતી એ દરમિયાન કોર્ટના સલાહકાર રાજૂ રામચંદ્રને દલીલ કરી હતી કે, “જો માસિક ધર્મના કારણે મહિલાઓને રોકવામાં આવતી હોય તો આ પણ દલિતો સાથેના છૂત –અછૂત જેવા ભેદભાવ જેવી જ વાત છે. જયારે એ વાત જાણવી રહી કે સંવિધાનમાં છૂત –અછૂત સામે બધાને પ્રોટેક્શન મળે છે. ધર્મ, જાતિ, સમુદાય અને લિંગ વગેરેના આધારે કોઈ પણ સાથે કોઈ ભેદભાવ કરી શકે નહી”.
જો કે આ પહેલા કેરળ હાઈકોર્ટે મહિલાઓના પ્રવેશ પ્રતિબંધને યોગ્ય ગણાવ્યું હતું. હાઈકોર્ટે કહ્યું હતું કે, મંદિરમાં પ્રવેશ કરવા માટે ૪૧ દિવસનું બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે જે માસિક ધર્મના કારણે મહિલાઓ કરી સકતી નથી.
આ સુનાવણી દરમિયાન સિનિયર વકીલ અભિષેક મનુ સિંધવી કહ્યું હતું કે, “દુનિયાભરમાં અયપ્પાના હજારો મંદિર છે, ત્યાં કોઈ પ્રતિબંધ નથી પરંતુ સબરીમાલામાં બ્રહ્મચારી દેવ છે અને એટલા માટે જ નક્કી કરેલી ઉંમરની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ કોઈ સાથે ભેદભાવ નથી અને કોઈ જેન્ડર વિભેદનો પણ મામલો નથી”.
ત્યારબાદ આ મામલે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રોહિન્ટન નરીમને પૂછ્યું હતું કે, આ પાછળનું તાર્કિક આધાર શું છે ? તમારા તર્કનું ત્યારે શું થશે જયારે કોઈ ૯ વર્ષની ઉંમરની છોકરી માસિકમાં બેસતી થઇ જશે અથવા ૫૦ વર્ષથી ઉપરની મહિલાઓનો માસિક ધર્મ ચાલુ રહે ?
ત્યારે સિંધવીએ કહ્યું હતું કે, “આ એક પરંપરા છે જે અતર્ગત એક ઉંમરનો આકડો નક્કી થયો છે”.
સુપ્રીમ કોર્ટની ૫ જજોની સંવૈધનિક બેંચ આ મામલા પર સુનાવણી કરી રહી હતી અને સુપ્રીમ કોર્ટે સબરીમાલા મુદ્દે વિશેષ ટીપ્પણી કરતા કહ્યું હતું કે, “મંદિર સાર્વજનિક છે. સંવિધાન પણ મહિલાઓને અધિકાર આપે છે કે કોઇ પણ મંદિરમાં તેઓ પ્રવેશી શકે છે અને પૂજા અર્ચના કરી શકે છે. એમની સાથે કોઈ ભેદભાવ કરી શકાય નહિ. મંદિર પ્રાઇવેટ પ્રોપર્ટી નથી એટલે જો પુરુષો મંદિરમાં જઈ શકે છે તો કોઈ પણ ઉમરની મહિલા પણ જઈ જ શકે છે”.