ગુજરાત/ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની વધુ એક વખત ઘોર બેદરકારી સામે આવી , જાણો એવું તો શું થયું

ગાંધીનગર  સિવિલ હોસ્પિટલ ઘણા વખત વિવાદોમાં ઘેરાયેલી છે ત્યા વધુ એક વખત ઘોર બેદરકારી સામે આવી છે

Gujarat Others
Untitled 278 ગાંધીનગર સિવિલ હોસ્પિટલની વધુ એક વખત ઘોર બેદરકારી સામે આવી , જાણો એવું તો શું થયું
  • ગાંધીનગર સિવિલ હોસ્પિ.ના ભોજનમાંથી નીકળી ગરોળી
  • સિવિલમાં દર્દીઓને અપાતા ભોજનમાં નીકળી ગરોળી
  • ગરોળી નીકળતા દર્દીએ તબીબો અને સ્ટાફને કરી જાણ
  • દાળમાંથી ગરોળી નીકળી હોવાની સ્ટાફને કરી જાણ
  • તાત્કાલિક અસરથી દર્દીઓને ભોજન પીરસવાનું કરાયું બંધ

ગાંધીનગર  સિવિલ હોસ્પિટલ ઘણા વખત વિવાદોમાં ઘેરાયેલી છે ત્યા વધુ એક વખત ઘોર બેદરકારી સામે આવી છે જેમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને આપવામાં આવેલા ભોજનમાંથી એક દર્દીને પીરસવા આવેલી દાળમાંથી મરોલી ગરોળી નીકળતા દર્દીઓ ફફડાટ વ્યાપેલો  જોવા મળી રહ્યો હતો.ગરોળી નીકળતા દર્દીએ તબીબો અને સ્ટાફને જાણ કરી હતી .

દાળમાંથી ગરોળી નીકળી હોવાની જાણ દર્દીએ ફરજ ઉપર તબીબો તેમજ નર્સિંગ સ્ટાફને  કરતા  તાત્કાલિક અસરથી ભોજન દર્દીઓને પીરસવાનું બંધ કરીને ભોજનનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત દર્દીના સગાએ લેખિતમાં જાણ સિવિલ અધિક્ષકને કરી હતી.

આ પણ વાંચો : આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંક્યો, 4 જવાન ઘાયલ

સિવિલ હોસ્પિટલના દાખલ થયેલા દર્દીઓ માટે ભોજનમાંથી મરેલી ગરોળી નીકળવા અંગે સિવિલ અધિક્ષક ડો નિયતિ લાખાણીને પૂછતાં જણાવ્યું છે કે દર્દીઓ માટેનું ભોજન અક્ષયપાત્ર સંસ્થામાંથી આવતું હોવાથી આ મામલે અક્ષયપાત્ર સંસ્થાના સંચાલકોને દર્દીઓ બનાવવામાં આવતા ભોજનના મામલે ખાસ તકેદારી રાખવા કડક સુચના આપી છે.

મરેલી ગરોળી વાળું ભોજન કયા કન્ટેઈનરનું હશે તે જાણી શકાયું નહીં હોવાથી તમામ દર્દીઓની ખાસ દેખરેખ રાખવા અધિક્ષકે સૂચના આપી. જોકે 24 કલાક પણ વધુ સમય થવા છતાં એક પણ દર્દીની તબીયત ન લથડતા સંચાલકોએ રાહતનો દમ  લેતા જોવા મળ્યા હતા .