ભાવવધારો/ કોરોનાકાળમાં મોંઘવારી આસમાને તેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો

તેલના ભાવમાં વધારો

Gujarat
oil કોરોનાકાળમાં મોંઘવારી આસમાને તેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો

કોરોનાના લીધે ગરીબ અને મધ્યમવર્ગની હાલત અતિ કફોડી થઇ છે.કોરોના ને કંટ્રોલ કરવા માટે સરકારે મિની લોકડાઉન લગાડ્યું છે.આવશ્યક વસ્તુઓ સિવાય અન્ય કોઇ વસ્તુઓની દુકાન ખુલ્લતી નથી.આ કોરોનાકાળમાં ઘણાબધા લોકો બેરોજગાર થયા છે .કોરોનાની માર સાથે મોંઘવારીની પણ માર સહન કરી રહ્યા છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થયો નોંધાયો છે. 8 દિવસમાં સિંગતેલના ભાવમાં 30થી 40 રૂપિયાનો વધારો થતા મધ્યમ વર્ગને મોંઘવારીનો માર સહન કરવો પડે છે. ગત વર્ષે સિંગતેલનો ડબો 2200 રૂપિયા હતો. ત્યારે, આ વર્ષે 2700ને પાર પહોંચ્યો છે. એક વર્ષમાં સીંગતેલમાં ભાવમાં 700 રૂપિયાનો વધારો નોંધાયો છે. છેલ્લા 8 દિવસમાં કપાસિયા તેલના ડબ્બામાં 50 રૂપિયાનો વધારો થયો છે. આથી, કપાસિયા તેલનો ડબ્બો 2450થી 2500ની સપાટીએ પહોંચ્યો છે. તો કપાસિયા તેલના ભાવ ગત વર્ષે 1370થી 1400 રૂપિયા હતા. એક વર્ષમાં કપાસિયા તેલના ડબ્બે 1000 રૂપિયાનો વધારો થયો છે.

પામોલોન તેલના ભાવ 2100 રૂપિયા ભાવ છે. જે ગયા વર્ષે 1150થી 1200 રુપિયા ભાવ હતો. પામોલિન તેલમાં પણ એક વર્ષમાં 1000 રૂપિયાનો વધારો થયો છે. સનફલાવર તેલના ડબ્બાનો ભાવ 2700 રૂપિયા પહોંચ્યો છે. જ્યારે, ગત વર્ષે 1500 રૂપિયા ભાવ આંકવામાં આવ્યો હતો. એક વર્ષમાં સનફ્લાવર તેલમાં 1200 રૂપિયાનો વધારો થયો છે. હાલમાં પિલાણ માટે મજુરોની અછત અને યાર્ડ બંધ હોવાથી પીલાણ માટે મગફળી કે કપાસિયાના અભાવના કારણે પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, ચોમાસુ નજીક આવતા ખેડુતો દ્વારા સીંગદાણા અને મગફળીના બિયારણ માટે માંગ કરવામાં આવશે.આગામી દિવસોમા પણ તેલના ભાવ વધી શકે છે.