Not Set/ 14 લોકોના મોત સાથે રાજ્યમાં નોધાયા 2875 નવા કેસ

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 2875 નવા કોરોના કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,18,438 ઉપર પહોચ્યો  છે.

Top Stories Gujarat Others
gujarat corona 14 લોકોના મોત સાથે રાજ્યમાં નોધાયા 2875 નવા કેસ

રાજ્યમાં કોરોનાનો અજગરી ફુંફાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વકરેલા કોરોના રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. રાજ્યમાં રસીકરણ ચાલુ હોવા છતાય દૈનિક નોધાતા આંકમાં સતત મોટો વધારો સામે આવી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 2875 નવા કોરોના કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,18,438 ઉપર પહોચ્યો  છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2024 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,98,737  છે. રાજ્યમાં રીકવરી રેટ ૯૩.81 ટકા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 15,135 છે.

વ૨ 13 14 લોકોના મોત સાથે રાજ્યમાં નોધાયા 2875 નવા કેસ

અમદાવાદ શહેરમાં આજે 664 કેસ નોંધાયા છે. જયારે સુરતમાં શહેરમાં નવા 545 કેસ સામે આવ્યા છે. તો વડોદરા શહેરમાં નવા 309 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં નવા 233 કેસ, અને જામનગર શહેરમાં નવા 54 અને ભાવનગર શહેરમાં 58 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે કુલ 2, 77, 888  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 64,89,441, લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. અને 7, ૮૩, 04૩ લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

વ૨ 15 14 લોકોના મોત સાથે રાજ્યમાં નોધાયા 2875 નવા કેસ