Not Set/ તમિલનાડુ/ ચેન્નઈ પોલીસે ભાજપનાં 311 કાર્યકર્તાઓ પર દાખલ કર્યો કેસ, જાણો શું છે કારણ

તમિળનાડુમાં ચેન્નઈ પોલીસે ભાજપનાં 311 કાર્યકરો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જેમાં પાર્ટીનાં રાષ્ટ્રીય સચિવ એચ.રાજાનો સમાવેશ પણ થાય છે. પોલીસે બુધવારે મરીના બીચ પર ભાજપનાં કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા. તે સમયે આ લોકો તમિલ લેખક નેલ્લઈ કન્નન સામે વિરોધ કરી રહ્યા હતા. કન્નન એ જ લેખક છે જેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન […]

Top Stories India
HRaja BJP તમિલનાડુ/ ચેન્નઈ પોલીસે ભાજપનાં 311 કાર્યકર્તાઓ પર દાખલ કર્યો કેસ, જાણો શું છે કારણ

તમિળનાડુમાં ચેન્નઈ પોલીસે ભાજપનાં 311 કાર્યકરો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જેમાં પાર્ટીનાં રાષ્ટ્રીય સચિવ એચ.રાજાનો સમાવેશ પણ થાય છે. પોલીસે બુધવારે મરીના બીચ પર ભાજપનાં કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા. તે સમયે આ લોકો તમિલ લેખક નેલ્લઈ કન્નન સામે વિરોધ કરી રહ્યા હતા. કન્નન એ જ લેખક છે જેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સામે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે બુધવારે પેરાંબુરથી કન્નનની ધરપકડ કરી હતી. હકીકતમાં, રવિવારે તિરુનેલવેલીમાં નાગરિકતા સુધારો કાયદાની વિરુદ્ધ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ કન્નનનાં કથિત ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કન્નન પર બે સમુદાયો વચ્ચે હિંસા ભડકાવવા અને શાંતિનો ભંગ કરવાના ઇરાદાપૂર્વક અપમાન કરવા સહિતનાં ઘણા આરોપો મુકવામાં આવ્યા છે. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કન્નને કથિતરીતે તે વાત પર આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ કે મુસલમાનો હજુ સુધી વડા પ્રધાન મોદી અને અમિત શાહ વિરુદ્ધ કાર્યવાહી નથી કરી રહ્યા.

આ મીટિંગમાં કન્નને અમિત શાહ પર આરોપ લગાવ્યો હતો કે, તેમણે વડા પ્રધાન મોદીને પોતાના નિયંત્રણમાં રાખ્યા છે. તમિલ લેખકનાં વિવાદિત નિવેદનને લઇને ભાજપનાં રાષ્ટ્રીય સચિવ એચ.રાજાએ તમિલનાડુ પોલીસને તેમની ધરપકડ કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે મેં તમિલનાડુ પોલીસનાં ડાયરેક્ટર જનરલને વોટ્સએપ અને ઓનલાઇન ફરિયાદ કરી છે. હું તમિલનાડુ સરકારને તાકીદે કાર્યવાહી કરવા વિનંતી કરું છું.

પોલીસે તમિલ લેખક વિરુદ્ધ કલમ 504, 505 અને 505 (2) હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસ કન્નનની ધરપકડ કરવા ત્યારે પહોચી જ્યારે તેમને જણાવવામાં આવ્યુ કે કન્નનને છાતીમાં દુખાય છે. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.