Not Set/ પરપ્રાંતીયો પર હુમલા મામલો,ઔદ્યોગિક એસ્ટેટ પર પોલીસ બંદોબસ્ત,ઉત્પાદન પર પડી રહી છે અસર

ગાંધીનગર, ગાંધીનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ તરફથી પરપ્રાંતીયો પર હુમલા મામલે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ઉત્તરભારતીયો સહિત જે લોકો ગુજરાતમાં રહે છે તેમનામાં ભયનો માહોલ છે. જેને લઈને ઉત્પાદન પર અસર પડી રહી છે. ઉત્પાદન ઘટીને પચાસ ટકા થઈ ગયુ છે. સમગ્ર ગુજરાતમાં 35 થી 40 ટકા જેટલા ઉત્તર ભારતીયો કામ કરે છે. સૌથી વધુ […]

Top Stories Gujarat
mantavya 195 પરપ્રાંતીયો પર હુમલા મામલો,ઔદ્યોગિક એસ્ટેટ પર પોલીસ બંદોબસ્ત,ઉત્પાદન પર પડી રહી છે અસર

ગાંધીનગર,

ગાંધીનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ તરફથી પરપ્રાંતીયો પર હુમલા મામલે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ઉત્તરભારતીયો સહિત જે લોકો ગુજરાતમાં રહે છે તેમનામાં ભયનો માહોલ છે. જેને લઈને ઉત્પાદન પર અસર પડી રહી છે.

ઉત્પાદન ઘટીને પચાસ ટકા થઈ ગયુ છે. સમગ્ર ગુજરાતમાં 35 થી 40 ટકા જેટલા ઉત્તર ભારતીયો કામ કરે છે. સૌથી વધુ અમદાવાદ જીલ્લામાં તેમજ મહેસાણા ઔદ્યોગિક વસાહતોને અસર પહોંચી છે.

આ સ્થિતિ લાંબા ગાળે ગંભીર અસર ઉભી કરી શકે છે. દેશભરમાં તેમજ વિદેશમાં પણ ગુજરાતની છાપ નકારાત્મક ઉભી થઈ રહી છે સરકાર તાત્કાલિક પગલાં લઈ રહી છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જૈમિન વસાએ વધુમાં જણાવ્યું હતુ કે, આ સ્થિતીની લાંબા ગાળે ગંભીર અસરો ઉભી કરી શકે છે. અમારી જે કંઈ પણ રજુઆત છે તેમાં તાત્કાલિક રીતે પગલાં લેવાય તે અપેક્ષા છે. વાઈબ્રન્ટ પર પણ અસર પહોંચી શકે છે કેમ કે જો આ સ્થિતી રહેશે તો નેગેટિવ છાપ અન્ય દેશોમાં ઊભી થશે.દિવાળીમાં જે ઓડર મળી શકે તેમાં નુકશાન થાય છે.બસમાંથી ઉતરે ત્યારે લોકોને ધમકાવામાં આવે છે.