Not Set/ પાકિસ્તાને ફરી કરી નફ્ફટાઈ, નૌશેરામાં કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન

પાકિસ્તાને રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં મોર્ટાર ફાયર કર્યું અને નાના હથિયારોથી ગોળીબાર ચલાવ્યું હતું અને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. જો કે, ભારતીય સૈનિકોએ પણ પાકિસ્તાની સેનાને યોગ્ય જવાબ આપીને પ્રતિક્રિયા આપી હતી.

Top Stories India
a 140 પાકિસ્તાને ફરી કરી નફ્ફટાઈ, નૌશેરામાં કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન

પાકિસ્તાન સરહદ પર પોતાની નાપાક હરકતથી બાજ નથી આવી રહ્યું. તે દરરોજ સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યા કરે છે. રવિવારે ફરી એકવાર તેણે તેની નાપાક હરકતનું પુનરાવર્તન કર્યું છે. જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં મોર્ટાર ફાયર કર્યું અને નાના હથિયારોથી ગોળીબાર ચલાવ્યું હતું અને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. જો કે, ભારતીય સૈનિકોએ પણ પાકિસ્તાની સેનાને યોગ્ય જવાબ આપીને પ્રતિક્રિયા આપી હતી.

આપને જણાવી દઇએ કે આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાને આ પ્રકારનું કૃત્ય કર્યું છે, આ પહેલા 16 ડિસેમ્બરે પાકિસ્તાન સેનાએ નૌશેરામાં જ યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. જેના જવાબમાં ભારતીય સૈનિકોએ 2 પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા હતા. પાકિસ્તાની સેનાએ ગઈકાલે નૌશેરા સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું, ત્યારબાદ ભારતીય જવાનોએ પ્રતિક્રિયા આપી હતી.

મંગળવારે પાકિસ્તાન સેનાએ યુદ્ધ વિરામના ઉલ્લંઘનમાં નૌશેરા સેક્ટરની સાથે એલઓસી પર ફાયરિંગ કર્યું હતું. તેના જવાબમાં ભારતીય જવાનોએ પણ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું હતું અને બે પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો