mega demolition/ રાજકોટમાં મેગા ડીમોલેશન પાર્ટ 2 : કુલ આટલા ગેરકાયદે બાંધકામો પર ફર્યું તંત્રનું બૂલડોઝર

રાજકોટના કોઠારિયા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વિવિધ સ્થળો પર 21 જેટલા ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યા છે.

Top Stories Rajkot
rajkot

રાજકોટના કોઠારિયા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વિવિધ સ્થળો પર 21 જેટલા ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યા છે. સરકારી જગ્યા પર છે અને રહેણાંક બાંધકામ બનાવી અને દબાણ કરનારા લોકો પર તંત્રની નજર હતી. આ માટેની એક યાદી બનાવવામાં આવી હતી જે મુજબ હવે ડીમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.ગત અઠવાડિયે મનપા દ્વારા 50 જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા બાદ આજે વધુ 21 દબાણોને દૂર કરાતા કુલ 71 ડીમોલેશન કરવામાં આવ્યા છે.

દારૂ / ઘાસના પૂળામાં ગંધાયો વિદેશી દારૂ…….

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ગત અઠવાડિયા શહેરના યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાછળના વિસ્તારોમાં, રૈયાધાર વિસ્તારમાં તેમજ તેની આસપાસના વિસ્તારોમાં ડીપી રસ્તા પર ખડકાયેલા 33 કાચા પાકા મકાન સહિત ચોપડાઓનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.તંત્ર દ્વારા કુલ સાત હજાર 453 ચોરસ મીટર જગ્યા ખુલ્લી મુકવામાં આવી હતી જેની અંદાજિત કિંમત 60 કરોડ આસપાસ થાય છે.એ બાબત ખૂબ જ મહત્વની બની રહેશે કે જે લોકોએ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી અને પ્રોપર્ટી બારોબાર વેચી નાખી હશે તેવો સામે નવા કાયદા પ્રમાણે ફરિયાદ નોંધવામાં આવશે અને દસ્તાવેજ મેળવી જમીન વેચનાર સામે ફરિયાદ નોંધવામાં આવશે તેમજ સમગ્ર રિપોર્ટ ઉચ્ચ અધિકારીને તપાસ અર્થે સોંપવામાં આવશે.

AMC / છેલ્લા પાંચ વર્ષમાં વહીવટી પાંખ અને ચુંટાયેલી પાંખ વચ્ચેનો ગ…

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે 21 કારખાનાઓને ગેરકાયદેસર જગ્યા પર બાંધવામાં આવ્યા હોય તોડી પાડવામાં આવ્યા છે. ૧૩ કરોડનો બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે અને 100 કરોડથી વધારેની જમીન ખુલ્લી મુકવામાં આવી છે.ડિમોલિશન દરમિયાન મોટાભાગના કારખાનાઓ ખાલી હતા અને મોટાભાગના દબાણ કરતા ભાગી છૂટયા હતા જેથી દબાણ કરતા અથવા તો માલિકી ધરાવનાર લોકો વિરુદ્ધ સ્થાનિકોના નિવેદનો લેવામાં આવ્યા હતા. હવે નવા કાયદા પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ram mandir / અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે 15 જાન્યુઆરીથી જનસંપર્ક, લો…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…