public meeting/ બીજા તબક્કાની ચૂંટણી માટે આજે PM મોદી ચાર જાહેર સભા સંબોધશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પરિપૂર્ણ થઇ ગયું છે, પહેલા તબક્કાની 89 બેઠકો પર 60 ટકા જેટલું મતદાન થયું હતું

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
1 22 બીજા તબક્કાની ચૂંટણી માટે આજે PM મોદી ચાર જાહેર સભા સંબોધશે
  • વડાપ્રધાન મોદીનો બીજા તબક્કાનો પ્રચંડ પ્રચાર
  • આજે  ચાર જનસભાને કરશે સંબોધન
  • સવારે કાંકરેજ બનાસકાંઠામાં ભવ્ય જનસભા
  • પાટણમાં જાહેર જનસભાને કરશે સંબોધન
  • આણંદના સોજિત્રામાં જનસભાને સંબોધન કરશે
  • સાંજે અમદાવાદ સરસપુરમાં જનસભાનું આયોજન
  • કાર્યક્રમમાં મોટી જનમેદની ઉમટે તેવી શકયતા
  • બીજા તબક્કાનો વડાપ્રધાન મોદી કરશે પ્રચાર

  Public meeting : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પરિપૂર્ણ થઇ ગયું છે, પહેલા તબક્કાની 89 બેઠકો પર 60 ટકા જેટલું મતદાન થયું હતું. હવે બીજા તબક્કાની તૈયારીમાં ભારતીય જનતા પાર્ટી લાગી ગઇ છે, નરેન્દ્ર મોદીએ રાજયની બાગડોર સંભાળી લીધી છે, ગઇકોલે પણ સૈાથી મોટો રોડ શો કર્યો હતો આજે 4 જન સભા સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાંકરેજ પાટણ આણંદ અને સોજિત્રામાં જાહેર સભા સંબોધશે. વડાપ્રધાનની લોકપ્રિયતા આજે પણ બરકાર છે અને જેના લીધે આ વખતે પણ ભાજપને સીધો ફાયદો થઇ શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબકકો પૂર્ણ થઇ ગયો છે. ગઇકાલે 89 બેઠકો પર સરેરાશ 60 ટકા મતદાન થયું હતું,હવે બીજા તબક્કાની ચૂંટણી માટે તમામ રાજકિય પાર્ટીઓએ તડામાર તૈયારીઓ કરી દીધી છે. ભાજપે તો મેગા પ્રચાર રણનીતિ અપનાવી છે.

ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કાનું અંદાજિત 60.47  ટકા મતદાન નોંધાયું છે. ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાયું હતું. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું હતું. બધી બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અંદાજિત 60.47 ટકા મતદાન નોંધાયું છે.

પોલીસ અને અર્ધલશ્કરી દળની સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ મતદાન રહ્યું હતું. ઇવીએમ અને  વીવીપેટ  મશીનો  સીલ કરાયા હતા.  પોલીસ સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ અને વીવીપેટ મશીન મોકલાયા છે.  આગામી 8 તારીખે મત ગણતરીના દિવસે પેટીઓ ખોલવામાં આવશે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર શાંતિ પૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. આજે બે-ત્રણ જગ્યાએ નાની મોટી બબાલ જોવા મળી હતી. જો કે બાકી જગ્યાએ શાંતિ પૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે.

road show/PM મોદીના રોડ શોમાં એમ્બ્યુલન્સ આવતા કાફલાને રોક્યો: VIDEO