ગુજરાત વિધાનસભાની ચુંટણીને હાલ ગણતરીના દિવસોના બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર માટે અલગ અલગ સમીકરણો અપનાવવામાં આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજથી ગુજરાતની મુલાકાતે છે. પીએમ મોદી સોમવારે સૌ પ્રથમ ભુજ પહોચ્યા હતા અને માં આશાપુરાના મંદિરે પૂજા-અર્ચના કર્યા બાદ ચુંટણી પ્રચારનો પ્રારંભ કરશે. પૂજા-અર્ચના કર્યા બાદ પીએમ મોદીએ સ્થાનિકો સાથે પણ મુલાકાત લીધી હતી.
સોમવારે સૌ પ્રથમ ભુજ ખાતે એક જાહેર સભાને સંબોધશે. ત્યારબાદ તેઓ જસદણ, ધારી અને કામરેજ ખાતે જાહેર સભાને સંબોધવાના છે.
