ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ જોવા મળતા ગરમાવા વચ્ચે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ પહોચ્યા હતા. સૌ પ્રથમ માં આશાપુરાના દર્શન કર્યા બાદ ચુંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. ભુજ ખાતે એક જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું, “વિરોધીઓએ એટલું કીચળ ઊછાળ્યું છે કે કમળ ખીલવું આશાન થઇ ગયું છે. અજ કચ્છ જિલ્લાને મારા હૃદયની નજીકનો ગણાવ્યો હતો.
પીએમ મોદી જાહેર સભાને સંબોધતા જણાવ્યું,
- ભુજનો પ્રેમ પામીને હું અભિભૂત થયો છું.
- કચ્છ જીલ્લો મારા હૃદયની નિકટ છે. ૨૦૦૧ ના ભૂકંપ પછી કચ્છની ભાવનાને વિશ્વએ જોઈ છે.
- કચ્છ ભૂકંપ પછી અટલ જીએ મને ગુજરાતમાં જવા કહ્યું. મેં કચ્છમાં નોંધપાત્ર સમય આપ્યો અને શીખ્યા મળ્યું કે વહીવટ શું છે. તમે કહી શકો છો કે મારી તાલીમ અહીં કચ્છમાં મળી છે. મને વહીવટનો “ક” કચ્છના ભૂકંપથી જ શીખવા મળ્યો છે.
- હું ગુજરાતના દરેક વિસ્તારની રગે રગથી વાકેફ છું.
- વિરોધીઓએ એટલું કીચળ ઊછાળ્યું છે કે કમળ ખીલવું આશાન થઇ ગયું છે. અજ કચ્છ જિલ્લાને મારા હૃદયની નજીકનો ગણાવ્યો હતો.
- કૉંગ્રેસએ મહા ગુજરાત ચળવળ સાથે સંકળાયેલાં યુવાનોને મારી નાખ્યાં. કોંગ્રેસના ખોટા વર્તનથી કચ્છ પર પ્રતિકૂળ અસર થઈ છે.
- એક બાજુ વિકાસ અને વિશ્વાસ છે, જ્યારે બીજી બાજુ વંશવાદ છે. ગુજરાત કોંગ્રેસ પક્ષને ક્યારેય માફ કરશે નહીં. કોંગ્રેસ ગુજરાતને ક્યારેય ગમ્યું નથી.
- હું બધાને મારા પર કીચળ ઉછળવા માટે હું તેમનો આભારી છું. કારણ કે કમળનું ફૂલ માત્ર કીચળમાં જ ખીલતું હોય છે.
