નેપાળનું એક હેલિકોપ્ટર માઉન્ટ એવરેસ્ટ નજીક ક્રેશ થયું હતું, જે બાદ હેલિકોપ્ટરમાં સવાર તમામ 6 લોકોના મોત થયા હતા. ઉડ્ડયન અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ખાનગી કોમર્શિયલ હેલિકોપ્ટરમાં 5 મેક્સીકન નાગરિકો સવાર હતા. ઘટના અંગે માહિતી આપતા નેપાળ પોલીસે જણાવ્યું કે તપાસ ટીમને ગુમ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળી ગયો છે. આ સાથે પાંચ મૃતદેહો પણ મળી આવ્યા છે. કોશી પ્રાંત પોલીસના ડીઆઈજી રાજેશનાથ બાસ્ટોલાએ જણાવ્યું હતું કે, “હેલિકોપ્ટર લખુ પીકે ગ્રામ પરિષદ અને દૂધકુંડા નગરપાલિકા-2ની સરહદ પર મળી આવ્યું હતું જે સામાન્ય રીતે લામાજુરા ડાંડા તરીકે ઓળખાય છે.”
પોલીસના જણાવ્યા અનુસાર એવું લાગે છે કે હેલિકોપ્ટર પર્વતની ટોચ પર એક ઝાડ સાથે અથડાયું છે. ડીઆઈજી રાજેશનાથ બાસ્ટોલાએ જણાવ્યું હતું કે, “મળેલા મૃતદેહોની હજુ સુધી ઓળખ થઈ નથી.” મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટર ઉડાન ભર્યાની થોડીવાર બાદ તેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ મેનેજર પ્રતાપ બાબુ તિવારીએ જણાવ્યું કે 9N-AMV હેલિકોપ્ટર ઉડાન ભર્યાના 15 મિનિટ પછી જ સંપર્ક તૂટી ગયો.
‘કાઠમંડુ પોસ્ટ’ અનુસાર, નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણના માહિતી અધિકારી, જ્ઞાનેન્દ્ર ભુલે જણાવ્યું કે, મનંગ એર હેલિકોપ્ટર 9N-AMV સોલુખુમ્બુ જિલ્લાના સુર્કે એરપોર્ટથી સવારે 10:04 વાગ્યે રાજધાની કાઠમંડુ માટે રવાના થયું હતું.
જ્ઞાનેન્દ્ર ભુલે જણાવ્યું કે, સવારે 10:13 વાગ્યે 12,000 ફૂટથી વધુની ઉંચાઈએ અચાનક તેનો સંપર્ક તૂટી ગયો હતો. આ હેલિકોપ્ટરને વરિષ્ઠ પાયલટ કેપ્ટન ચેત બી ગુરુંગ ઉડાવી રહ્યા હતા. ‘હિમાલયન ટાઈમ્સ’એ એક સૂત્રને ટાંકીને જણાવ્યું કે, પ્રાથમિક અહેવાલો અનુસાર, હેલિકોપ્ટરમાં પાઈલટ ચેત ગુરુંગ સહિત કુલ 6 લોકો સવાર હતા. ઉડ્ડયન અધિકારીઓએ જણાવ્યું કે આ ખાનગી કોમર્શિયલ હેલિકોપ્ટરમાં 5 મેક્સીકન નાગરિકો પણ સવાર હતા, જેમની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
TIAના પ્રવક્તા ટેકનાથ સિતૌલાએ કહ્યું કે, “હેલિકોપ્ટર લમજુરા પાસ પહોંચતાની સાથે જ તેને હેલો મેસેજ મળ્યો, પરંતુ ટાવર સાથે કોઈ સંપર્ક થયો ન હતો.”
મનંગ એર એ હેલિકોપ્ટર એરલાઇન છે, જેની સ્થાપના 1997 માં કાઠમંડુમાં થઈ હતી. તે નેપાળના નાગરિક ઉડ્ડયન સત્તામંડળના નિયમન હેઠળ નેપાળના પ્રદેશની અંદર કોમર્શિયલ એર ટ્રાન્સપોર્ટમાં હેલિકોપ્ટરનું સંચાલન કરે છે. આ હેલિકોપ્ટર કંપની ચાર્ટર્ડ સેવાઓ પૂરી પાડે છે.
આ પણ વાંચો:China-Kindtergardenattack/ચીનમાં નર્સરી સ્કૂલ પર હુમલામાં છના મોત અને એક ઇજાગ્રસ્ત
આ પણ વાંચોઃ Jaishankar Nomination/ ભાજપના ઉમેદવાર એસ જયશંકરે રાજ્યસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ
આ પણ વાંચોઃ Goa Rabari/ ગોવા રબારીને પક્ષપલ્ટો ફળ્યોઃ ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન બનાવાયા
આ પણ વાંચોઃ Heavy Rain/ જાપાનમાં મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનમાં 6 લોકો લાપતા, 1.7 મિલિયન લોકોને સલામત સ્થળે જવાની ચેતવણી
આ પણ વાંચોઃ Politics/ બંગાળની હિંસા પર દિગ્વિજય સિંહે કહ્યું- આ સહન કરી શકાય નહીં