Not Set/ ભારતે ઇતિહાસ રચવાની તક ગુમાવી,ન્યૂઝીલન્ડ સામે 4 રને પરાજય, સીરિઝ 2-1 ગુમાવી

હેમીલટન, ન્યૂઝીલેન્ડ સામે ભારત ઇતિહાસ રચતા રહી ગયું છે.ત્રીજી અને આખરી વન ડેમાં ભારતનો 4 રને પરાજય થયો હતો.ન્યૂઝીલેન્ડએ આ વિજય સાથે 2-1થી સીરિઝ જીતી હતી અને ન્યૂઝીલેન્ડની ધરતી પર રેકોર્ડ રચવાનું ભારતનું સ્વપ્ન રોળાયું હતું. 212 રનનો પીછો કરતા ભારત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 208 રન જ કરી શક્યું હતું. ન્યૂઝીલેન્ડએ પહેલો દાવ લેતા […]

Top Stories Trending Sports
qaa ભારતે ઇતિહાસ રચવાની તક ગુમાવી,ન્યૂઝીલન્ડ સામે 4 રને પરાજય, સીરિઝ 2-1 ગુમાવી
હેમીલટન,
ન્યૂઝીલેન્ડ સામે ભારત ઇતિહાસ રચતા રહી ગયું છે.ત્રીજી અને આખરી વન ડેમાં ભારતનો 4 રને પરાજય થયો હતો.ન્યૂઝીલેન્ડએ આ વિજય સાથે 2-1થી સીરિઝ જીતી હતી અને ન્યૂઝીલેન્ડની ધરતી પર રેકોર્ડ રચવાનું ભારતનું સ્વપ્ન રોળાયું હતું.
212 રનનો પીછો કરતા ભારત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 208 રન જ કરી શક્યું હતું. ન્યૂઝીલેન્ડએ પહેલો દાવ લેતા 212 રન 4 વિકેટે કર્યા હતા.ઓપનર મુનરોએ 40 બોલમાં 70 રન અને સિફર્ટએ 43 રન કરતાં મજબૂત ઓપનિંગ પાર્ટનરશીપ થઈ હતી.ગ્રેન્ડહોમે (30) અને વિલિયમસને (27) રન કરતા ન્યૂઝીલેન્ડ 212 રન સુધી પહોંચી શક્યું હતું.
ભારત તરફથી કુલદીપ યાદવે 2 વિકેટ લીધી હતી. ભારત માટે વિજય શકરે 43 અને રોહિત શર્માએ 38 અને ઋષભ પંતે 28 રનનું યોગદાન આપ્યું હતું. જોકે દિનેશ કાર્તિક અને કૃણાલ પંડ્યાએ લડત આપતા મેચને છેલ્લી ઓવર સુધી ખેંચી હતી. તેમણે છેલ્લી 3 ઓવરમાં 43 રન જોડ્યા હતા. કાર્તિકે 16 બોલમાં 33 અને કૃણાલે 13 બોલમાં 26 રન કર્યા હતા.
તેમ છતાં ભારતનો પરાજય થયો હતોકિવિઝ માટે મિશેલ સેન્ટનર અને ડેરેલ મિશેલે 2-2 વિકેટ લીધી હતી. 40 બોલમાં 72 રન કરનાર કોલીન મુનરો મેન ઓફ ધ મેચ બન્યો હતો. જયારે ત્રણ મેચમાં 139 રન કરનાર વિકેટકીપર ટિમ સેઈફર્ટ મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો.