Ayodhya Ram/ પ્લેનમાં જૂતા ઉતારી ટેબ્લેટ ખોલીને વડાપ્રધાન મોદીના રામલલાને ઓનલાઈન પ્રણામ

પ્લેનમાં બેસીને સૂંર્ય તિલકનું સીધુ પ્રસારણ જોયું

Top Stories India
Beginners guide to 2024 04 17T154515.240 પ્લેનમાં જૂતા ઉતારી ટેબ્લેટ ખોલીને વડાપ્રધાન મોદીના રામલલાને ઓનલાઈન પ્રણામ

પ્લેનમાં જૂતા ઉતારી ટેબ્લેટ ખોલીને વડાપ્રધાન મોદીના રામલલાને ઓનલાઈન પ્રણામ

પ્લેનમાં બેસીને સૂંર્ય તિલકનું સીધુ પ્રસારણ જોયું

આજે દેશભરમાં રામનવમીનું પર્વ ઉત્સાહથી મનાવવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં રામલલાવી પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલાવીર રામનવમી મનાવવામાં આવી રહી છે. આ અવસરે રામલલાના મસ્તકને સૂર્ય કિરણોતી પ્રકાશિત કરાયું હતું. 500 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવો મોકો મળ્યો છે જ્યારે રામલલાને સૂંર્ટ તિલક કરાયું છે. અન્ય શ્રધ્ધાળુઓની માફક વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.

મોદીએ અસામ યાત્રા દરમિયાન પ્લેનમાં બેઠા બેઠા સૂર્ય તિલકનું લાઈવ પ્રસારણ જોયું હતું. પીએમએ પોતાના એક્સ હેન્ડલ પર તેની એક તસવીપ પણ મુકી છે. જેમાં દેખાય છે કે કેવી રીતે તે પોતાના જૂતા ઉતારીને ખુરશી પર બેઠા છે. તેમના હાથમાં ટેબ્લેટ છે જેના દ્વારા તે સીધું પ્રસારણ જોઈ રહ્યા છે. તેમણે પોતાનો જમણો હાથ પ્રણામની મુદ્દમાં છાતી પર લગાવી રાખ્યો છે.

આ તસવીર શેર કરતા સોશિયલ મિડીયા એકાઉન્ટ પર લખ્યું છે કે નલવાડીની સભા બાદ મને અયોધ્યામાં રામલલાના સૂર્ય તિલકનો અદ્વિતીય ક્ષણ જોવાનું સૌભાગ્ય મળ્યું હતું. શ્રીરામ જન્મભૂમિની આ બહુપ્રતિક્ષિત ક્ષણ તમામ લોકો માટે પરમાનંદની ક્ષણ છે. આ સૂર્ય તિલક વિકસિત ભારતના દરેક સંકલ્પને પોતાની દિવ્ય ઉર્જાથી તેવી જ રીતે પ્રકાશિત કરશે.

વધુમાં તેમણે લખ્યું હતું કે દુનિયાભરના રામભક્તોને મારો આગ્રહ છે કે આ અદ્વેત ક્ષણના સાક્ષી જરૂર બનો. તે અગણિત રામ ભક્તોના ત્યાગ અને તપસ્યાની પરાકાષ્ઠાનું પરિણામ છે કે આજે ભારતવાસી આ શુભ દિવસના સાક્ષી બન્યા છે. રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠા બાદ આ સમય સમર્થ-સક્ષમ અને ભવ્ય-દિવ્ય ભારતના નિર્માણ માટે સંકલ્પ લેવાનો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુસ્લિમ વકીલો સામે ધાર્મિક ભેદભાવ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે ન્યાયાધીશને પાઠવ્યા સમન્સ

આ પણ વાંચો: 2014માં આશા, 2019માં વિશ્વાસ અને 2024માં ગેરંટી લઈને આવ્યા: PM મોદી

આ પણ વાંચો: મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓની કરી પ્રશંસા, તેમની નીતિના કારણે ભારતને થયો મોટો લાભ

આ પણ વાંચો: મુસ્લિમ વકીલો સામે ધાર્મિક ભેદભાવ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે ન્યાયાધીશને પાઠવ્યા સમન્સ