અદ્ભૂત રામાયણ/ રામનવમી પર હીરા નગરી સુરતમાં સોનાની શાહીથી લખાયેલ સુવર્ણ રામાયણના થાય છે દર્શન

રામાયણ હિંદુઓનો ધાર્મિક ગ્રંથ છે. લગભગ તમામ હિંદુ ઘરોમાં આ ગ્રંથ જોવા મળશે. સુરતમાં એક રામભક્ત દ્વારા સોનાની શાહીથી સુવર્ણ રામાયણ લખવામાં આવી.

Gujarat Top Stories
Capture 2 રામનવમી પર હીરા નગરી સુરતમાં સોનાની શાહીથી લખાયેલ સુવર્ણ રામાયણના થાય છે દર્શન

રામાયણ હિંદુઓનો ધાર્મિક ગ્રંથ છે. લગભગ તમામ હિંદુ ઘરોમાં આ ગ્રંથ જોવા મળશે. સુરતમાં એક રામભક્ત દ્વારા સોનાની શાહીથી સુવર્ણ રામાયણ લખવામાં આવી. જેમાં વાલ્મિકી દ્વારા લખાયેલ રામાયણના ભગવાન રામના સુવર્ણકાળનો ઉલ્લેખ કરાયો છે. રામભક્ત દ્વારા લખાયેલ રામાયણ ગ્રંથ અત્યંત દુર્લભ કહી શકાય કેમકે આ રામાયણમાં 222 તોલા સોના સાથે હીરા માણેક પણ જડિત કરાયા છે. આ રામભક્ત સુરત શહેરના ભેસ્તાન વિસ્તારનો રહેવાસી છે.

સુરત શહેરની વધુ એક ખાસિયત આજે સામે આવી છે. હીરા નગરી કહેવાતી સુરતમાં સોનાની શાહીથી સુવર્ણ રામાયણ લખાઈ છે. રાજેશકુમાર અને ઇન્દિરાબેન વર્ષોથી રામ ભગવાનની ભક્તિ કરે છે. આ ભક્તિની જ પ્રેરણાથી સુવર્ણ રામાયણની રચના થઈ. જેમાં દુર્લભ કહી શકાય તેવી ધાતુ સોનું, હીરા, પન્ના અને માણેક જડવામાં આવ્યા છે. સુવર્ણ રામાયણમાં 222 તોલા સોનાની શાહીથી રામાયણની ચોપાઈ લખાઈ છે જ્યારે અધ્યાય પૂર્ણ થતા બે પાનાની વચ્ચે મૂકાતા બટર પેપરમાં 5 કરોડ વખત શ્રીરામ લખવામાં આવ્યું છે. 10 કિલો ચાંદી, 4000 હીરાની સાથે માણેક અને પન્ના જેવા રત્નનો પ્રયોગ કરી વર્ષ 1981માં આ રામાયણ તૈયાર કરવામાં આવ્યું હતું. સુવર્ણ રામાયણના પુસ્તકનું કવર 5-5 કિલો ચાંદીમાંથી બનાવાયું છે.

હીર નગરી સુરતમાં રામનવમી પર આ દુલર્ભ રામાયણના દર્શન થાય છે. દરેક રામનવમી પર ભક્તો સુવર્ણ રામાયાણના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ધાર્મિક ગ્રંથ સાથે સોના અને હીરા માણેક જડિત એવા કિમંતી ધાતુમાંથી બનેલ સુવર્ણ રામાયણ રામનવમી સિવાયના દિવસોમાં બેન્કના લોકરમાં રાખવામાં આવે છે. 43 વર્ષ પહેલા આ દુર્લભ ગ્રંથ લખાયો હતો. જેના લોકો દૂર દૂરથી દર્શન કરવા આવતા હોય છે. કહેવાય છે કે આ રામાયણ લખવા માટેના પેપર ખાસ જર્મનીથી મંગાવવામાં આવ્યા હતા. પેપરની ક્વોલિટી વધુ સારી છે કેમકે સફેદ કાગળ એવા આ પેપરને હાથ લાગે તો પણ કોઈ ડાઘ લાગતો નથી. સુરતના ભેસ્તાન વિસ્તારમાં રામકુંજમાં રહેતા દંપતી રાજેશકુમાર અને ઇન્દિરાબેન આ સુવર્ણ રામાયણનું જતન કરી રહ્યા છે. તેમના સ્વર્ગસ્થ દાદા ગોકળભાઈ કે જે રામના અનન્ય ભક્ત હતા તેમણે આ રામાયણ સન 1981માં તૈયાર કરી હતી. કિમંતી રત્નોથી સજ્જ સુવર્ણ રામાયણને વર્ષમાં માત્ર એક વખત રામનવમીના અવસર પર બહાર લાવવામાં આવે છે અને પછી તેને પાંછી મૂકવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે આ ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી

આ પણ વાંચો:ક્ષત્રિય સમાજના અલ્ટીમેટમ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી નોંધાવી ઉમેદવારી