Not Set/ આસામમાં ઝેરી દારૂ પીવાથી 50થી વધુ લોકોના મોત

આસામ, આસામમાં ગોલાઘાટ જિલ્લાના ચાના બગીચામાં ઝેરી દારૂ પીવાથી 50થી વધુ લોકોના મોત થયા છે. તેમાં 5 મહિલાનો પણ સમાવેશ થાય છે. 30થી વધુ લોકોને અસર થઈ છે. ડોક્ટરોએ તેમની સ્થિતિ ગંભીર ગણાવી છે. બે એક્સાઈઝ ઓફિસર્સને સસ્પેન્ડ કરાયા છે. ચાના બગીચા ઉપરાંત આજુબાજુના વિસ્તારના લોકો પણ આ દુર્ઘટનાનો શિકાર બન્યા હોવાનું મનાય છે. ભાજપના […]

Top Stories India
mantavya 320 આસામમાં ઝેરી દારૂ પીવાથી 50થી વધુ લોકોના મોત

આસામ,

આસામમાં ગોલાઘાટ જિલ્લાના ચાના બગીચામાં ઝેરી દારૂ પીવાથી 50થી વધુ લોકોના મોત થયા છે. તેમાં 5 મહિલાનો પણ સમાવેશ થાય છે. 30થી વધુ લોકોને અસર થઈ છે. ડોક્ટરોએ તેમની સ્થિતિ ગંભીર ગણાવી છે. બે એક્સાઈઝ ઓફિસર્સને સસ્પેન્ડ કરાયા છે. ચાના બગીચા ઉપરાંત આજુબાજુના વિસ્તારના લોકો પણ આ દુર્ઘટનાનો શિકાર બન્યા હોવાનું મનાય છે.

ભાજપના ધારાસભ્ય મૃનાલ સાઇકિઆએ જણાવ્યું હતું કે ગુરૂવાર રાતે સલમારા ટી ગાર્ડનમાં કામ કરતા 100થી વધુ મજૂરોએ ઝેરી દારૂ ગટગટાવ્યો હતો. આ તમામ લોકોએ એક જ વ્યકિત પાસેથી દારૂ ખરીદ્યો હતો.

ગોલાઘાટ સિવિલ હોસ્પિટલમાં જ્યારે બિમાર લોકોને લાવવામાં આવ્યા ત્યારે જ ડોક્ટરોને ૧૨ લોકોને મૃત જાહેર કર્યા હતાં. થોડા સમય પછી વધુ ત્રણ અને શુક્રવારના રોજ વધુ ૧૫ લોકોનાં મોત થયા હતાં.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ ઘટના ગુરુવારે સાંજે સલમારા ચાનાં બગીચામાં થઇ હતી. જ્યાં કાચો દારૂ પીવાથી 5 મહિલાઓની મોત થઇ ગઇ હતી. જે પછી મૃતકોનો આંકડો વધતો વધતો 50ની ઉપર પહોંચી ગયો છે. મરનાર લોકોનાં આંકડા વધવાની શક્યતા છે.