Loksabha Election 2024/ ભાજપની મોટી જાહેરાત, આ બે કેન્દ્રીય મંત્રીઓ લોકસભાની ચૂંટણી લડશે

ન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું હતું કે, ‘પક્ષ વખતે બંનેને ચૂંટણીમાં ઉતારવાની યોજના બનાવી રહ્યો છે.’ એવી અટકળો થઈ રહી છે કે નિર્મલા સીતારમણ અને એસ. જયશંકરને કર્ણાટકની કોઈ બેઠકથી ઉતારવામાં આવી શકે છે….

Top Stories India Breaking News

New Delhi News: કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ વિદેશ મંત્રી એસ. જયશંકર અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન લોકસભા ચૂંટણીમાં ઝંપલાવશે તેવું નિવેદન આપ્યું હતું. ભાજપે બંને નેતાઓને ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. નિર્મલા સીતારમણ અને એસ. જયશંકર બંને કેબિનેટમાં મહત્ત્વના વિભાગ સંભાળી રહ્યા છે. હાલ તે બંને રાજ્યસભાના સભ્ય છે અને બંને હજુ સુધી ચૂંટણી નથી લડ્યા.

કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું હતું કે, ‘પક્ષ વખતે બંનેને ચૂંટણીમાં ઉતારવાની યોજના બનાવી રહ્યો છે.’ એવી અટકળો થઈ રહી છે કે નિર્મલા સીતારમણ અને એસ. જયશંકરને કર્ણાટકની કોઈ બેઠકથી ઉતારવામાં આવી શકે છે.

મળતા અહેવાલ મુજબ, પ્રહ્લાદ જોશીએ કહ્યું કે, ‘એ લગભગ નક્કી થઈ ચૂક્યું છે કે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને એસ. જયશંકર આગામી લોકસભા ચૂંટણી લડશે.’ નિર્મલા સીતારમણ હાલ કર્ણાટકથી જ રાજ્યસભાના સભ્ય છે. તો એસ. જયશંકર ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે.

કર્ણાટકના ભાજપ પ્રદેશ અધ્યક્ષ બી વાય વિજયેન્દ્રએ જણાવ્યું હતું કે જેડીએસ અને બીજેપી સાથે મળીને 28 લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે. દરેક બેઠક પર જીત મેળવશે. શનિવારે નવી દિલ્હી ખાતે ભાજપ હેડક્વાર્ટરમાં પક્ષએ 5 રાજ્યોની કોર ગ્રૂપ મીટિંગ બોલાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતમાં સૌથી વધુ ગરીબો રૂપિયા 1373 ખર્ચે છે, જાણો NSSO સર્વેક્ષણ શું કહે છે…

આ પણ વાંચો:Murder/ 10 વર્ષના બાળકનું અપહરણ, પૈસા ન મળતાં હત્યા કરી દેવાઈ

આ પણ વાંચો:બદમાશોથી આબરૂ બચાવવા ભાગેલી યુવતીનું કાર સાથે ટકરાતા મો