Poverty/ ભારતમાં સૌથી વધુ ગરીબો રૂપિયા 1373 ખર્ચે છે, જાણો NSSO સર્વેક્ષણ શું કહે છે…

ભારતના ગામડાઓમાં સૌથી વધુ 5 ટકા ગરીબ લોકો છે જે પ્રતિ વ્યક્તિ મહત્તમ 47 રૂપિયા ખર્ચીને જીવન ગુજારો કરે છે. જ્યારે સૌથી વધુ 5 ટકા અમીર લોકો એવા છે, જે 8 ગણો વધુ ઘરેલૂ ઉપભોગમાં રૂપિયા ખર્ચી……

Top Stories India
YouTube Thumbnail 2024 02 27T155218.316 ભારતમાં સૌથી વધુ ગરીબો રૂપિયા 1373 ખર્ચે છે, જાણો NSSO સર્વેક્ષણ શું કહે છે...

Business News: એનએસએસઓ (NSSO) દ્વારા ઘરગથ્થુ ઉપભોક્તા ખર્ચ સર્વેક્ષણ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે ભારતના ગામડાઓમાં સૌથી વધુ 5 ટકા ગરીબ લોકો છે જે પ્રતિ વ્યક્તિ મહત્તમ 47 રૂપિયા ખર્ચીને જીવન ગુજારો કરે છે. જ્યારે સૌથી વધુ 5 ટકા અમીર લોકો એવા છે, જે 8 ગણો વધુ ઘરેલૂ ઉપભોગમાં રૂપિયા ખર્ચી નાખે છે. આ સર્વેક્ષણમાં વસ્તીને 20 વિવિધ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવી છે. તમામ શ્રેણીઓ માટે સરેરાશ માથાદીઠ માસિક ખર્ચ ગ્રામીણ વિસ્તારોમાં રૂપિયા 3773 અને શહેરી વિસ્તારોમાં રૂપિયા 6459 છે. 0-5 ટકા વર્ગનો માથાદીઠ માસિક ખર્ચ ગ્રામીણ વિસ્તારોમાં રૂપિયા 1373 અને શહેરી વિસ્તારોમાં રૂપિયા 2001 હોવાનો અંદાજ હોવાનો જણાય છે.

Here's what the Household Consumption Expenditure Survey means - BusinessToday

જાણો ગ્રામીણ અને શહેરીજનો ક્યાં કેટલું ખર્ચે છે…

ખોરાક કરતાં કપડામાં વધુ ખર્ચ

ગામડાઓમાં રૂપિયા 1750 ખોરાક પર ખર્ચવામાં આવે છે ત્યારે 2023 રૂપિયા ખોરાક સિવાયની વસ્તુઓમાં ખર્ચવામાં આવે છે. જ્યારે શહેરમાં રૂપિયા 2530 ખોરાક પર ખર્ચવામાં આવે છે ત્યારે 3929 રૂપિયા ખોરાક સિવાયની વસ્તુઓમાં ખર્ચવામાં આવે છે.

સર્વેમાં જાણવા મળ્યું છે કે ગામડાઓ અને શહેરોમાં પ્રોસેસ્ડ ફૂડ પર સૌથી વધુ પૈસા ખર્ચાય છે. શહેરોમાં ઘરનું ભાડુ ગામડાઓથી 15 ગણુ વધુ છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, ટેક્સ, વીજળી અને ઈંધણના બિલ, કપડા વગેરેમાં શહેરીજનો વધુ ખર્ચી રહ્યા છે.

ગરીબોથી 10 ગણો વધુ અમીરોના ખર્ચ

ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબો રૂપિયા 1373 ખર્ચે છે ત્યારે અમીરો 10501 રૂપિયા ખર્ચી કાઢે છે. જ્યારે શહેરોમાં ક્ષેત્રોમાં ગરીબો રૂપિયા 2001 ખર્ચે છે ત્યારે અમીરો0 20824 રૂપિયા ખર્ચી કાઢે છે.

રૂ. 3273માં ખેતમજૂરો જીવન ગુજારે છે…

ગ્રામીણ ક્ષેત્રમાં પોતાની ખેતી કરતા લોકો રૂપિયા 3702 ખર્ચે છે જ્યારે ધંધો કરતી વ્યક્તિ 4074 ખર્ચી કાઢે છે. તેમની અંદાજે આવક 4533 રૂપિયા છે. મજૂરીના તેઓ 3273 રૂપિયા મેળવે છે. શહેરોમાં ધંધો કરતી વ્યક્તિ 6067 ખર્ચી કાઢે છે. તેમની અંદાજે આવક 7146 રૂપિયા છે. મજૂરીના તેઓ 4379 રૂપિયા મેળવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Murder/ 10 વર્ષના બાળકનું અપહરણ, પૈસા ન મળતાં હત્યા કરી દેવાઈ

આ પણ વાંચો:બદમાશોથી આબરૂ બચાવવા ભાગેલી યુવતીનું કાર સાથે ટકરાતા મો