Not Set/ સ્વદેશી બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ, દરેક મોસમમાં હશે કારગત

સ્વદેશમાં વિકસાવવામાં આવેલી નજીકની રેન્જની બેલેસ્ટિક મિસાઈલનું ગુરુવારે ભારે વરસાદ વચ્ચે ઓરીસ્સામાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઈલ ડીઆરડીઓ દ્વારા નિર્માણ કરવામાં આવી છે. આ બેલેસ્ટિક મિસાઈલ 100-150 કિલોમીટર દૂર સુધી લક્ષ્ય પર વાર કરી શકે છે. આનાથી પારંપરિક લડાઈમાં દુશ્મનને ભારે નુકસાન થઇ શકે છે. આ મિસાઈલ મોબાઈલ લોન્ચરથી પણ દાગી શકાય છે. આ […]

Top Stories India
1 555 092018060544 સ્વદેશી બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ, દરેક મોસમમાં હશે કારગત

સ્વદેશમાં વિકસાવવામાં આવેલી નજીકની રેન્જની બેલેસ્ટિક મિસાઈલનું ગુરુવારે ભારે વરસાદ વચ્ચે ઓરીસ્સામાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઈલ ડીઆરડીઓ દ્વારા નિર્માણ કરવામાં આવી છે.

આ બેલેસ્ટિક મિસાઈલ 100-150 કિલોમીટર દૂર સુધી લક્ષ્ય પર વાર કરી શકે છે. આનાથી પારંપરિક લડાઈમાં દુશ્મનને ભારે નુકસાન થઇ શકે છે. આ મિસાઈલ મોબાઈલ લોન્ચરથી પણ દાગી શકાય છે.

3 555 092018060544 સ્વદેશી બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ, દરેક મોસમમાં હશે કારગત

આ બેલેસ્ટિક મિસાઈલ દરેક મોસમમાં, દરેક ક્ષેત્રમાં અત્યાધિક સચોટ અને સહયોગી હથિયાર પ્રણાલી છે. વિભિન્ન પ્રકારના હથિયારો લઇ જવા માટે સક્ષમ આ મિસાઈલ ભારતીય સેનાને યુદ્ધક્ષેત્ર સમર્થન પ્રણાલી રૂપે કામ કરશે.

આ બેલેસ્ટિક મિસાઈલ નું બીજું પરીક્ષણ હતું. આ પહેલા પહેલી વાર 21 જુલાઈ, 2011 ના રોજ આ મિસાઈલનું પરીક્ષ ણ કરવામાં આવ્યું હતું.