ભારત-ચીન/ કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું ચીને તિબેટમાં બનાવ્યું છે વ્યાપક માળખું, સેનાને સરહદ સુધી પહોળા રસ્તાઓની જરૂર

સરકારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે ઋષિકેશથી ગંગોત્રી, ઋષિકેશથી માના, ટનકપુરથી પિથોરાગઢ જેવા ફીડર રોડની જરૂર છે. આ રસ્તાઓ ચીન સાથેની ઉત્તરીય સરહદ તરફ દોરી જાય છે અને આ રસ્તાઓને  દેહરાદૂન અને મેરઠમાં લશ્કરી છાવણીઓ સાથે જોડવામાં આવશે

Top Stories World
13 કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું ચીને તિબેટમાં બનાવ્યું છે વ્યાપક માળખું, સેનાને સરહદ સુધી પહોળા રસ્તાઓની જરૂર

કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે ચીને તિબેટ ક્ષેત્રમાં વ્યાપક બાંધકામનું કામ કર્યું છે. આવી સ્થિતિમાં, ભારતીય સેનાને ભારે વાહનોને ભારત-ચીન સરહદ સુધી લઈ જવા માટે પહોળા રસ્તાઓની જરૂર છે, જેથી તેમને 1962ના યુદ્ધ દરમિયાન સર્જાયેલી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે.

સરકારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે ઋષિકેશથી ગંગોત્રી, ઋષિકેશથી માના, ટનકપુરથી પિથોરાગઢ જેવા ફીડર રોડની જરૂર છે. આ રસ્તાઓ ચીન સાથેની ઉત્તરીય સરહદ તરફ દોરી જાય છે અને આ રસ્તાઓને  દેહરાદૂન અને મેરઠમાં લશ્કરી છાવણીઓ સાથે જોડવામાં આવશે.  નોંધનીય છે કે દહેરાદૂન અને મેરઠમાં મિસાઈલ લોન્ચર અને ભારે દારૂગોળાનો જથ્થો છે.

કેન્દ્રએ એમ પણ કહ્યું કે સેનાએ કોઈપણ કટોકટી માટે તૈયાર રહેવું પડશે અને 1962 જેવી સ્થિતીના સર્જાય તે જોવુ પડશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે દેશના સંરક્ષણ અને પર્યાવરણના દૃષ્ટિકોણથી તમામ વિકાસ ટકાઉ અને સંતુલિત હોવો જોઈએ. કોર્ટ દેશની સંરક્ષણ જરૂરિયાતોનું અનુમાન કરી શકતી નથી. એટર્ની જનરલ કેકે વેણુગોપાલે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ વિક્રનાથની બેન્ચને આ વાત કહી. તેમણે કહ્યું કે ભારત-ચીન સરહદ પર હાલના વિકાસને જોતા સેનાને વધુ સારા રસ્તાઓની જરૂર છે. સરહદની આજુબાજુ ચીને એરસ્ટ્રીપ્સ, રોડ, રેલ્વે લાઈનોનું વ્યાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. તે બધું ત્યાં કાયમી ધોરણે થાય છે. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટના 8 સપ્ટેમ્બર, 2020ના આદેશમાં સુધારો કરવાની માંગ કરી હતી. જેમાં રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલયને મહત્વાકાંક્ષી ચારધામ હાઈવે પ્રોજેક્ટના રસ્તાઓની પહોળાઈ 5.5 મીટર રાખવા માટે કહેવામાં આવ્યું હતું. આ 900 કિમીના વ્યૂહાત્મક માર્ગ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ઉત્તરાખંડના ચાર પવિત્ર શહેરો- યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથને સર્વ-હવામાન જોડાણ પ્રદાન કરવાનો છે.

વધુમાં વેણુગોપાલે કહ્યું કે 1962ના યુદ્ધમાં ચીન સરહદ સુધી પગપાળા જ રાશન સપ્લાય કરવામાં આવતું હતું. જો રોડને ટુ-લેન નહીં કરવામાં આવે તો બનાવવાનો હેતુ પરાસ્ત થશે. તેથી ડબલ લેન અથવા 7.5 મીટર પહોળાઈની મંજૂરી આપવી જોઈએ. આના પર, કોર્ટે કહ્યું કે તે એ હકીકતને અવગણી શકે નહીં કે પ્રતિકૂળતા છે અને તેથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ જરૂરી છે. સેનાને સરહદ સુધી વધુ સારા રસ્તાઓની જરૂર છે. 1962 પછી ત્યાં કોઈ મોટા ફેરફારો થયા નથી.