Not Set/ ગાંધીનગર: PUBG ગેમ રમનારા પર પોલીસની તવાઇ

ગાંધીનગર, પબજી ગેમ રમનારા પર પોલીસે તવાઇ બોલાવી છે. પબજી ગેમ રમતા 3 લોકોની ધરપકડ કરાઇ. વાવોલ ખાતે 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી. પબજી ગેમ રમવા પર કમિશનરે પ્રતિબંધ લગાવ્યો છે.ગેમથી બાળકો અને યુવાઓ પર માનસિક અસર પડે છે. ઉલ્લેખનીય છે કે પબજી ગેમને લીધે યુવાધન ખોરવાઇ રહ્યુ છે. આ ગેમથી યુવાનો આત્મહત્યા કરી લેતા […]

Top Stories Gujarat
mantavya 351 ગાંધીનગર: PUBG ગેમ રમનારા પર પોલીસની તવાઇ

ગાંધીનગર,

પબજી ગેમ રમનારા પર પોલીસે તવાઇ બોલાવી છે. પબજી ગેમ રમતા 3 લોકોની ધરપકડ કરાઇ. વાવોલ ખાતે 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી. પબજી ગેમ રમવા પર કમિશનરે પ્રતિબંધ લગાવ્યો છે.ગેમથી બાળકો અને યુવાઓ પર માનસિક અસર પડે છે.

ઉલ્લેખનીય છે કે પબજી ગેમને લીધે યુવાધન ખોરવાઇ રહ્યુ છે. આ ગેમથી યુવાનો આત્મહત્યા કરી લેતા હોય છે. ત્યારે તેને લઇને આ ગેમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પણ હવે પબજી ગેમ રમતા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે પબજી ગેમના પ્રતિબંધ મુદ્દે ટ્વીટર અને ફેસબુક પર રિવ્યું પુછતા ખીજાયેલા અનેક લોકોએ કટાક્ષ કરીને દારૂ, ગૌમાંસ બંધ કરો અને ચેઈન સ્નેચરો અને બુટલેગરોને પકડો તેવી પ્રતિક્રિયા આપી હતી.

કેટલાકે કોમેન્ટમાં એમ કહ્યું કે કે, પબજી ગેમમાં પોલીસ તંત્રની સાથે બાળકોના માતા-પિતાએ પણ સજાગ રહેવું જરૂરી છે. પબજી ગેમના લીધે બાળકો ઉપર અવળી અસર પડે છે પરંતુ પોલીસે રિવ્યુ માંગતા અટવાઇ ગઇ હતી.