વડોદરા/ ગેસ બિલની બાકી રકમ વસૂલવા કડક કવાયત, ગેસ કંપનીએ 31 કનેક્શન કાપી નાખ્યાં

વડોદરામાં ગેસ બિલની બાકી રકમ વસૂલા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. વડોદરાના નવાપુરા ખાતે આશરે 4 કરોડ રૂપિયા જેટલી બાકી રકમ વસલ્વ માટે ગેસ કંપની દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

Gujarat Vadodara
Screenshot 2022 06 06 100218 2 6 ગેસ બિલની બાકી રકમ વસૂલવા કડક કવાયત, ગેસ કંપનીએ 31 કનેક્શન કાપી નાખ્યાં
  • વડોદરામાં ગેસ બિલની બાકી રકમ વસૂલવા કવાયત
  • ચાર ટીમ બનાવી નવાપુરા વિસ્તારમાં સઘન ચેકિંગ
  • 4 કરોડની બાકી રકમ વસૂલવા કાર્યવાહી
  • 7.29 લાખની વસૂલાત કરાઈ
  • ગેસ કંપનીએ 31 કનેક્શન કાપી નાખ્યાં

વડોદરામાં ગેસ બિલની બાકી રકમ વસૂલા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. વડોદરાના નવાપુરા ખાતે આશરે 4 કરોડ રૂપિયા જેટલી બાકી રકમ વસૂલવા  માટે ગેસ કંપની દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ચાર જુદી જુદી ટિમ બનાવી કવાયત હાથ ધરી છે. જેમાં આશરે 7.9 લાખની વસૂલાત કરવામાં આવી છે તો 31 જેટલા ઘરોમથી ગેસ કનેક્શન કાઇ નાખવામાં આવ્યા છે.

નોધની છે કે, વડોદરાના નવાપુરા વિસ્તારમાં વડોદરા ગેસ લિમિટેડ દ્વારા પાઈપ મારફતે ગેસ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જેમાં શહેરના નવાપુરા વિસ્તારના અલગ-અલગ મહોલ્લામાં 1121 ગ્રાહકોના રૂ. 3.94 કરોડનું બિલ બાકી હતું. અને જેને લઈ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ગેસ કંપનીએ પોલીસની મદદ લઈને સપાટો બોલાવતા તેમજ ગેસ કંપની દ્વારા કનેક્શન કટ કરવાની કાર્યવાહી હાથ ધરાતા બિલ બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો.

ગેસ કંપની દ્વારા પાઈપલાઈથી જે ગેસનો પુરવઠા ના વપરાશ અનુસાર મહિનાના અંતમાં બિલ આપવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો દ્વારા સમયસર બિલની રકમ ભરપાઈ કરવામાં આવતી નથી. અને ગેસ કંપનીને વર્ષે કરોડો રૂપિયાનો ચૂનો લાગે છે. જેની ઉઘરાણી કરવા માટે ગેસ કંપની દ્વારા કેડીકે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સોમવારે સવારથી ગેસ વિભાગની અલગ-અલગ ટીમોએ નવાપુરાના કહાર મહોલ્લા, પરદેશી ફળિયા, કોઠી પોળ, કાછિયા પોળ અને કબીર મંદિર ફળિયા અને જૂની કાછિયાવાડમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં બાકી બિલના રૂ. 7.29 લાખ વસૂલ્યા હતા. જ્યારે ગ્રાહકોએ બિલ નહીં ભરતાં 31 જેટલાં કનેક્શનને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાયા હતાં. બીજી તરફ બાયપાસ કનેક્શનમાં 3 મીટર બદલવાની પણ કાર્યવાહી હાથ ધરાઇ હતી.