Not Set/ દારુનો કકડાટ/ 12 લાખથી વઘુનો માલ ન મળતા કડી PI – PSI વિરુદ્ધ વધુ એક ફરિયાદ

ગુજરાતભરમાં ચકચાર મચાવનાર કડી દારુ પ્રકરણમાં કડી પોલાસ સ્ટેશનનાં PI અને PSIની મુશ્કેલીઓ વધુ વધી છે. કડીઃ પોલીસ સ્ટેશનમાંથી દારૂ સગેવગે કરવાનો કેસમાં દારૂની મુદ્દામાલની ગણતરીમાં ચોકાવનારી વિગતો આવી સામે છે. રૂ.12,14,338ની અધધધ કિંમતનો મુદ્દામાલ ઓછો મળી આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. સમગ્ર મુદ્દે કડી પોલીસ સ્ટેશનમાં ફરી ફરિયાદ કરવામાં આવી છે. જી હા, કડી પોલીસ સ્ટેસનના PI અને […]

Gujarat Others
8e9f6811dd578e484e8a18de5c5146f4 દારુનો કકડાટ/ 12 લાખથી વઘુનો માલ ન મળતા કડી PI - PSI વિરુદ્ધ વધુ એક ફરિયાદ

ગુજરાતભરમાં ચકચાર મચાવનાર કડી દારુ પ્રકરણમાં કડી પોલાસ સ્ટેશનનાં PI અને PSIની મુશ્કેલીઓ વધુ વધી છે. કડીઃ પોલીસ સ્ટેશનમાંથી દારૂ સગેવગે કરવાનો કેસમાં દારૂની મુદ્દામાલની ગણતરીમાં ચોકાવનારી વિગતો આવી સામે છે. રૂ.12,14,338ની અધધધ કિંમતનો મુદ્દામાલ ઓછો મળી આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. સમગ્ર મુદ્દે કડી પોલીસ સ્ટેશનમાં ફરી ફરિયાદ કરવામાં આવી છે. જી હા, કડી પોલીસ સ્ટેસનના PI અને PSI વિરૂદ્ધ વધુ એક ફરિયાદ થતા પોલીસ બેડામાં વધુ ફફડાટ જોવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કડી પોલાસ દ્વારા પોલીસે જપ્ત કરેલો દારુ બારોબાર વેચી સગેવગે કરી નાખવાનો મામલો થોડા દિવસો પૂર્વે સામે આવ્યો હતો. કડી પોલીસ સ્ટેશનનાં PI અને PSI સહિતનાં પોલીસ કર્મીઓની આ મામલે વરવી ભૂમીકા સામે આવી હતી. આ મામલે તપાસ માટે SITની રચના પણ કરવામાં આવી છે. દારુ સગેવગે કરવા મામલે ફરિયાદ નોંધવામાં આવતા કડી PI અને PSI સહિતનાં પોલીસ કર્મીઓ ફરાર થઇ ગયા હતા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….