ગુજરાત/ સુરતમાં ગેસના સિલિન્ડર રિફીલીંગ કરનારા શખ્સની ધરપકડ,પોલીસે દુકાનમાંથી 23 સિલિન્ડર કબજે કર્યા

સુરતમાં કેટલાક સમયથી ગેસના સિલિન્ડર રિફીલીંગ કરવાનું કાવતરૂ ચાલી રહ્યું હતું. જેને આધારે તપાસ કરીને પોલીસે રિફીલીંગ કરનારા મહેન્દ્ર ગુજ્જરની ધરપકડ કરી હતી. મહેન્દ્ર મૂળ રાજસ્થાનનો વતની છે.

Gujarat Surat
રિફીલીંગ

સુરતમાં ગેસના સિલિન્ડર રફીલીંગ કરનારા શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આરોપી કોસંબા વિસ્તારમાંથી ગેસના સિલિનંડર એકઠા કરીને રિફીલીંગ કરતો હોવાનું તપાસમાં જણાયું હતું. પોલીસે એક દુકાનમાંથી 23 સિલિન્ડર કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં કેટલાક સમયથી ગેસના સિલિન્ડર રિફીલીંગ કરવાનું કાવતરૂ ચાલી રહ્યું હતું. જેને આધારે તપાસ કરીને પોલીસે રિફીલીંગ કરનારા મહેન્દ્ર ગુજ્જરની ધરપકડ કરી હતી. મહેન્દ્ર મૂળ રાજસ્થાનનો વતની છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી મહેન્દ્ર ગુજ્જર સુરતના કોસંબા વિસ્તારમાંથી ગેસના સિલિન્ડર એકઠા કરતો હતો. ત્યારબાદ તે રિફીલીંગ કરતો હતો.

એસઓજી પોલીસે તપાસ હાથ ધરીને મહાદેવ કોમ્પ્લેક્સની દુકાનમાંથી અલગ અલગ કંપનીના 23 સિલિન્ડર કબજે કર્યા હતા. પોલીસે સિલિન્ડર અપરાંત પાઈપ અને વજનકાંટા સહિત કુલ રૂ.62,000ની રોકડ રકમ કબજે કરી હતી.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:Harni Boat Accident/હરણી મોટનાથ તળાવ દુર્ઘટનામાં એક પરિવારના 2 ભાઈ-બહેનના મૃત્યુ થયા

આ પણ વાંચો:Fire/જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં આવેલી દુકાનમાં લાગી આગ

આ પણ વાંચો:ram mandir/રામ મંદિરની આશામાં આ વૃદ્ધે 1992થી પગરખાં ન પહેર્યા, અમદાવાદથી ઉઘાડા પગે સાઇકલ ચલાવીને પહોંચ્યા અયોધ્યા